બારડોલી આસપાસની શાળાઓમાં ગાંધીગીતો શિખવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માયપુર | ગાંધી વિદ્યાપીઠ વેડછી આયોજીત 71માં ગાંધી મેળા અંતર્ગત તા.11 અને 12 ફેબ્રુઆરીના રોજ બારડોલી સરદાર પટેલ શિક્ષણ સંકુલમાં યોજાયો હતો, તેની તૈયારીના ભાગરૂપે વિવિધ પ્રવૃતિઓ તથા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધી વિદ્યાપીઠ વેડછી સંચાલિત સમાજસેવા મહાવિદ્યાલય બી.આર.એસ કોલેજ દ્વારા બારડોલી વિસ્તાર પ્રાથમિક શાળા તથા આશ્રમશાળાના વિદ્યાર્થીઓને ગાંધી ગીતો તથા દેશભક્તિ ગીતો શિખવવા સાથે પ્રચાર પ્રસાર કરવા માટે સમાજસેવા મહાવિદ્યાલય આચાર્ય પ્રા.અર્જુનભાઈ તથા સંગીતવૃંદના સભ્યોએ વિદ્યાર્થીઓને દેશભક્તિ સંગીતમય વાતાવરણ પૂરુ પાડવામાં આવ્યુ હતું, વાઘેચા, સ્વરાજ આશ્રમ, મઢી-સ્યાદલા કેન્દ્રોની આસપાસ 25 શાળાના સંગીતવૃંદ અને સંગીત રસિકો તથા વિદ્યાર્થીઓને ગીતો શિખવી શાળા સુધી ગીતો પહોચાડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...