તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર ઇન્ડિયા ફિલ્મના બળદગાડાનું આકર્ષણ અકબંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના પુના ગામની બળદગાડુ કે જે સુપરહિટ ફિલ્મ મધર ઈન્ડિયામાં વપરાયુ હતુ એ હાલ આ વિસ્તારમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યુ છે.જે બળદગાડુ હાલ સાંસ્કૃતિક કે લગ્ન જેવા પ્રસંગમા વપરાઈ રહ્યુ છે.આ બળદગાડુ સાથે તાલુકાની જનતા સેલ્ફી લઈ આનંદ માણી રહ્યા છે.

મધર ઈન્ડિયા ફિલ્મ નુ નામ આવતા જ મહુવા તાલુકાના રમણીય વિસ્તાર ની ઝલક સામે આવી જાય છે અને મધર ઈન્ડિયા ફિલ્મ ના કેમેરામા કંડારાયેલી એક એક વસ્તુ કે જગ્યા આજે એક અનોખું સ્થાન ધરાવે છે.એ વસ્તુમાંની એક હાલ ખૂબ જ આકર્ષણ નુ કેન્દ્ર બનેલ છે જે છે સવારી એટલે કે બળદગાડુ.વર્ષ ૧૯૫૨ મા બનેલ આ સવારી પુના ના રહીશ દેવજીભાઈ વૈદ ની છે.દેવજીભાઈ વૈદ તે સમય ના આ વિસ્તાર માં વૈદ તરીકે ની ભૂમિકા ભજવી લોકોની સારવાર કરતા હતા.આ સવારી હાલ તેમના પુત્ર પ્રવીણભાઈ દેવજીભાઈ એ એક અણમોલ યાદગીરીના સ્વરૂપે સાચવી રાખી છે.આ સવારી નું મહત્વ એટલે વધી જવા પામ્યું છે કે સુપ્રસિદ્ધ સુપરહિટ ફિલ્મ માં આ સવારી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ફિલ્મ માં કેટલાય દ્રશ્યો પૂના ગામમાં ભજવવામાં આવ્યા હતા.ત્યારે આ સવારી નો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ ફિલ્મમાં ફિલ્મના મુખ્ય અભિનેતા રાજકુમાર અને અભિનેત્રી નરગીસ પણ આ સવારી માં બેઠા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.હાલ તો આ સવારી ધાર્મિક પ્રસંગ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ આ સવારી ને આગવું સ્થાન અપાય રહ્યું છે.અને આ અનોખુ આકર્ષણ ધરાવતી સવારી સાથે લોકો સાથે હોંશે હોંશે સેલ્ફી પડાવી ખુશ થઈ રહ્યા છે.

વાંસકુઈ ગામે યોજાયેલ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી મધરઇન્ડિયા ફિલ્મની બળદગાડાની સવારી.

અન્ય સમાચારો પણ છે...