તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રી સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રી સજોદ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શિશુ નર્સરી થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવ 2019 યોજાવમાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રવણ સ્કૂલના ટ્રસ્ટી મંડળ પરમઉખ કિશોર સુરતી, તક્ષશિલા વિધાલયના વિમલ પાઠક, એસ.પી.ચૌહાણ, વિરેન્દ્રસિંહ યોગગુરુજી, વિનોદ સોની, તુષાર સોની, નરેન્દ્ર પરમાર, દિપકભાઈ ઉપેન્દ્રભાઈ પંચાલ, મનીષ મોદી, સંજય પારેખ, બલબીરસિંહ, રમેશ શાસ્ત્રી, સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ 22 જેટલી રમતોમાં ભાગ લીધો હતો. જેમાં બાળકો ગાર્ડન ગ્રુપ દ્વારા મેડલ્સ, સાર્ટિફિકેટ, તેમજ ઇનામ આપવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ઇનર વહીલ ક્લબ દ્વારા મિસિસ અંકલેશ્વર કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર ઇનર વહીલ ક્લબ ધ્વરા જીઆઇડીસી સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે અંકલેશ્વરની મહિલાઓ માટે અનોખી ઇવેન્ટ યોજતા મિસિસ અંકલેશ્વર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં 4 જેટલા વિભાગમાં 4 જેટલા રાઉન્ડ યોજાયેલ આ સ્પર્ધામાં 10 જેટલી ગર્ભવતી બહેનો ઉપરાંત 100 થી વધુ મહિલાઓ એ ભાગ લીધો હતો જેમાં બહેનોને પ્રોત્સહ બળ પૂરું પાડવા ઇનર વહીલ ક્લબ ડીસ્ટ્રીક ચેરમેન મમતાબેન દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો મિસિસ ગોવા 2013 વિનર શીલાબેન બહુરૂપીએ નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરી હતી. પ્રોજેક્ટ સફળ બનાવા ઇનર વહીલ પ્રમુખ જ્યેશ્રી અમીપરા, પ્રોજેક્ટ ચેરમેન ઉષા પટેલ, શારદા,તાલપરા, તેમજ રોટરી ઇનર વહીલ ક્લબના મેમ્બર્સઓ જહેમત ઉઠાવી હતી

દાહોદના સંગીતજ્ઞને ગોધરા ખાતે ‘રત્નાકર’ એવોર્ડ એનાયત થયો
દાહોદ.ગોધરા ખાતે તા.22 થી 26 ફેબ્રુઆરી દરમ્યાન આયોજિત સ્વામીનારાયણ મહોત્સવ અંતર્ગત યોજાયેલ શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણ અંતર્ગત તા. 23-2-’19 ના રોજ રાતના સમયે આયોજિત એક સમારોહમાં સંગીત, સાહિત્ય, કળા અને ધર્મ સંસ્કાર જેવા ક્ષેત્રે કુલ મળીને ૨૮ જેટલા વિશિષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કથાના કથાકાર સદગુરુ સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી, વૈષ્ણવાચાર્યશ્રીપ.પૂ.૧૦૮ શ્રી યદુનાથજી બાવા અને પ.પૂ.૧૦૮ શ્રી કુંજેશબાવાસહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામી નારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્યશ્રી 1008 લાલજી નૃગેન્દ્રપ્રસાદજીના હસ્તે ગોધરા ખાતે છઠ્ઠા રત્નાકર સન્માન સમારોહ અંતર્ગત સન્માનિત થયેલ 28 ગરવા ગુજરાતીઓ પૈકી દાહોદ જીલ્લામાંથી એકમાત્ર ડો કપિલદેવ ત્રિવેદી આ ‘રત્નાકર સન્માન’ કાજે પસંદ થયા હતા.

આર્ટ્સ-કોમર્સ કોલેજ સરભાણ ખાતે વિદ્યા વિસ્તાર વ્યાખાન માળા યોજાઈ
ગુજરાત રાજ્ય ગુજરાતીનો અધ્યાપક સંઘ તેમજ આર્ટસ અને કોમર્સ કોલેજ સરભાણના સંયુક્ત ઉપક્રમે વિદ્યા વિસ્તાર વ્યાખાન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના પ્રમુખ ડૉ નરેશ વાધેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સુરત, ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ નરેશ શુક્લએ સાહિત્યવાદ વિષે, પ્રો। ડૉ. ધીરુભાઈ પટેલએ ચિનુમોદી કૃત “ બાહુક” અને પ્રૉ ડૉ. વર્ષા પટેલએ ગુણવંતરાય આચાર્યની નવલકથા “ દરિયાલાલ” વિષે સુંદર વ્યખાન આપ્યા હતા. કાર્યક્રમ સંચાલન ડો નરેશ વાધેલા, આચાર દર્શન ચંદ્રકાન્ત ટંડેલ તથા સ્વાગત પ્રવચન કોલેજના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન દ્વારા પ્રાથમિક વિભાગનો વન ભોજન કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનના પ્રાથમિક વિભાગ દ્વારા પુરષોત્તમ બાગ ખાતે વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં બંધુત્વ ભાવના કેળવાય સમૂહ ભોજન વડે એક મેક સાથે તાદાત્મ્ય કેળવે તેવા આશ્રય સાથે યોજાયેલ કાર્યક્રમમાં શાળા પ્રમુખ કિશોરભાઈ સુરતી આચાર્યા દિપીકાબેનમોદી, પ્રાથમિક વિભાગીય વડા મીતાબેન શાહ, શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો તથા આનંદ-પ્રમોદ સાથે ભોજનની મજા માળી હતી.

પાલેશ ફળિયા કાકચીયા શાળામાં બાળ સ્વચ્છતા કિટનું વિતરણ
લુણાવાડા : લુણાવાડા તાલુકાની પાલેશ ફળિયા પ્રાથમિક શાળામાં દર બે મહિને દાતાઓના સહયોગથી બાળસ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવે છે,આગામી માચૅ એપ્રિલ માસની કીટનું વિતરણ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી.મલેકના હસ્તે કરાયું હતું.

ભરૂચના બારશાખ રાજપૂત સમાજે લાલ બજાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી
અંકલેશ્વરમાં સમસ્ત કાયસ્થ સમાજ ગુજરાતની બેઠકમાં પુલવા શહીદો શ્રદ્ધાંજલિ અપાઈ
અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સમસ્ત કાયસ્થ સમાજ ગુજરાતની SEBC માટે ની અગત્યની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર કાયસ્થ સમાજ અગ્રણી ભાવેશ કાયસ્થ , સુરેશભાઈ, રાજુભાઇ, ઋષિભાઈ હાજર રહ્યા અને અને પુલવામાં માં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મોંન પાડવામાં આવ્યો હતો. સમાજને SEBC લાભ તથા સમાજના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી હતી.

રાજપીપળા GSLપબ્લિક સ્કૂલનો વાર્ષિક ઉત્સવ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો
રાજપીપળા જીએસએલ પબ્લિક સ્કૂલનો વાર્ષિક ઉત્સવ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો. ડીઈઓ નીપાબેન પટેલ, મહારાણી રુકમણી દેવી અને પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટના હસ્તે વાર્ષિકોત્સવને ખુલ્લો મુકાયો હતો. શાળાના બાળકો દ્વારા 23 જેટલી કૃતિ તૈયાર કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મયંક વાળંદ, લીના બક્ષી સહીત સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

વાગરા તાલુકા તલાટી મંડળે એક દિવસનો પગાર શહીદોને આપ્યો
વાગરા તાલુકા તલાટી મંડળે એક દિવસનો પગાર શહીદોને આપ્યો ( ફોટો સ્ટોરી) વાગરા તાલુકા તલાટી મંડળે એક દિવસનો પગાર પુલવામાના શહીદોના પરિવારોને આપ્યો છે. તાલુકાની દરેક ગ્રામ પંચાયતના તલાટીનો એક દિવસનો પગાર કપાત કરી તે રકમ શહીદોના પરિવારોને આપવા માટે સંલગ્ન અધિકારીને જાણ કરાઇ છે.

ઝઘડીયામાં આજે વેપારી મંડળ દ્વારા ચંડીયાગ
ઝઘડીયાના મેઇન બજારમાં વેપારી મંડળ દ્વારા મંગળવારે ચંડીયાગનું આયોજન કરાયું છે. કાળાષ્ટમીના દિવસે ચંડીયાગ કરવાની પરંપરા ચાલી આવે છે. સવારે 9:30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 5:30 કલાકે પુર્ણહુતી કરવામાં આવશે. કર્મકાડી જયોતિષ વાસુદેવ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ યજ્ઞ શાતિ પ્રકારનો યજ્ઞ છે. માતાજીનું પુજન તથા ચંડીપાઠ,સાપ્તસતીનો પાઠ થશે.માતાજીને પાયશ આહુતિ આપવામાં આવશે સાયન કાળે બલિ પ્રદાન કરી પુર્ણહુતી કરવામાં આવશે. યાગનો લાભ લેવા માટે વેપારી મંડળે ધર્મપ્રેમી જનતાને અનુરોધ કર્યો છે.

ભરૂચના બારશાખ રાજપૂત સમાજ દ્વારા લાલબજાર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.તથા કાશ્મીરના પુલવામા માં થયેલા અંતાકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જેટલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ત્યાર બાદ નવચંડી માતાજીની આરાધના વખતે માં પાસે શહીદોના કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરી હતી.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો