તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ માટે લવાતો 14 લાખનો દારૂનો જથ્થો અંત્રોલીથી ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડોદરા પોલીસ મથકની હદમાં આવેલ અંત્રોલી ખાતેથી સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ 24 લાખ કરતા વધુ નો મુદામાલ સાથે વિદેશી દારૂઝડપી પાડ્યો હતો.

સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે વરેલી ગામની હદમાં મહાદેવ રાજપુરોહિત હોટેલની બાજુમાં આવેલ શક્તિ ટ્રાન્સ કોર્પોરેશન ગોડાઉન નજીક એક ઈસમ ટેમ્પો નંબર (DN-09Q-9516)માં વગર પાસ પરમીટ વગરનો વિદેશી દારૂનો જથ્થો લાવનાર છે. જેવી બાતમી સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસને મળી હતી. જે આધારે એલ.સી.બી પોલીસ બાતમી વાળી જગ્યાએ વોચમાં ગોઠવાય ગયા હતા, અને બાતમી જણાવ્યા અનુસાર એક ટેમ્પો આપવતા તેને કોર્ડન કરી ટેમ્પાને અટકાવ્યો હતો. અંદર તપાસ કરતા પાસ પરમીટ વગરની ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ 15,756 નંગ બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત 14,34,000 રૂપિયા હોવાનું જાણવા મળી આવ્યું હતું. આ મુદામાલ ક્યાંથી આવ્યો અને કોને સોંપવા માટે જતો હતો. જેની ટેમ્પા ચાલકને કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પલસાણાના અંત્રોલી ખાતે રહેતો નામાંકિત ઈશ્વર વાસફોડીયાએ વિદેશી દારૂનો જથ્થો વાપીમાં રહેતો ટૂંનટુંન નામના ઈસમ પાસેથી મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે વિદેશી મુદામાલ સાથે થઈને કુલ્લે 24,77,000 રૂપિયા ના મુદામાલ સાથે વિદેશીદારૂ લાવનાર આરોપીની અટકાયત કરી કડોદરા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો