તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા પાલિકાએ કરેલા ઇ-ટેન્ડરિંગમાં ગેરરીતિ થઇ હોવાનો વિપક્ષનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા નગરપાલિકા તરફથી 14માં નાણાં પંચની ગ્રાંટ હેઠળ નગરપાલિકા હદમાં આવતા વિવિધ વિસ્‍તારોમાં કામો માટેની જાહેરાત - ઈ ટેન્ડરીંગ બાબતની સરકારના નિતિ નિયમો હેઠળ જાહેરાત આપવાની હતી. જે બાબતે વિરોધપક્ષના સભ્ય વિપુલભાઈ ચૌહાણ દ્વારા વાંધો ઉઠાવાયો હતો. જેમાં અરજી કરનારાઓ સરકારી ઘારાધોરણો ના પાલન અને નિતિનિયમોના ઉલ્લંઘન બાબતે વાંધો નોંધાવી દીધો હતો. અને ટેન્ડર પદ્ધતિમાં વ્યારા નગરપાલિકાના ચીફ ઓફીસર, પ્રમુખ અને જાહેર બાંધકામ તથા કારોબારી સમિતિના ચેરમેન ઓ પોતાના મળતીયા ઈસમોને ટેન્ડર પ્રકીયમાં ટેન્ડરનો લાભ થાય તે હેતુથી હાલ જે ટેન્ડરોની જાહેરાત કરી હોવાનું જાણવાયું હતું. તે ગેરકાયદેસર છે અને રદ થવાને પાત્ર છે, જેનો વિરોધ કરી સીઓને ે રજૂઆત કરી હતી.

વ્યારા નગર પાલિકા ના વિરોધ પક્ષ ના સભ્ય અને વોર્ડ ન 4 ના નગરસભ્ય વિપુલભાઈ ચૌહાણ નગર પાલિકા ના ચીફ ઓફિસર ને લેખિતમાં જણવ્યું હતું કે વ્યારા પાલિકા દ્વારા સમાચાર પત્રો આપવા માં આવતા ટેન્ડરો સામે વાંધો નોંધાવ્યા હતો. જેમાં વિવિધ નોટિસ અંગે કેટલીક નોટિસ અંગે માહિતી આપી હતી. જે પેકી 4 જેટલા ઈ ટેન્ડર નોટિસ બહાર પાડી હતી જે પકી 28/2019-20 જેમા વિવધ વિસ્તારમા સી.સી. રોડ ,વોર્ડ ન 1 માં ગટર લાઇન નું કામ ,વોર્ડ 1 માં પે એન્ડ યુઝ ટોયલેટ ,વોર્ડ ન 5 માં પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાન કામોની જાહેરાત સામેલ છે, જેમાં મોટાભાગ ના કામો માં ડાઉનલોડ તથા અપલોડ કરવાની તારીખ20-02-19 થી 28-02-19 ના સાજે 18.૦૦ કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે અન જેમાં ટેન્ડર ફી, ઈએમ.ડી. તથા જરૂરી ડોકયુમેન્ટ પહોંચાડવાની તારીખ - સરનામુ - જેની તારીખ 20-02-19 થી 28-02-19 સુધી નું આર\\\'પી એડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા ચીકઓફીસર, વ્યારા નગરપલીકને પોહોંચાડવાનું જણાવેલ છે. સંભવીત ટેન્ડર ખોલવાની તારીખ 01-03-19 અને સમય 16.30 કલાકનો જણાવેલ છે. નગરપાલિકા વ્યારા તરફથી વિવધ દૈનિક સમાચારપત્રોમાં નગરના વિવિધ કામોની જાહેરાત આપેલ છે. જેમા રાજયપાલના હુકમના પરિપત્ર કમાંક ૫૨ચ-102008 -પ-સ (પાર્ટ ફાઈલ)ને આઘરે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં જે સમય મર્યાદા દર્શાવી છે. જે સદર પરિપત્રનો ઉલ્લંધન કરને ફરીએકવાર નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતી ટેન્ડર પ્રક્રિયા જાહેરાત પ્રથમ દર્શનીય જણાય આવે છે. ગુજરાત રાજ્ય અન્ય શહેરો કે નગરપાલિકા / એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ ઈ ટેન્ડર જાહેરાતો “જમાં કડોદરા, ડાંગ , સુરત વનવિભાગ, ઉમરગામ નગરપાલિકા વિ. ની જાહેરાતો જોતા પણ સમય મર્યાદાની કાયદેસરતા જાળવવા માં આવેલ હોય તેવું જણાય આવે છે. જેથી નગર પાલિકા ની ઓનલાઈન ઈ ટેન્ડરિંગ પદ્ધતિ ગેરરીતી જણાય આવે છે. જેનો વિરોધ કરી તમામ ટેન્ડરિંગ પક્રિયા રદ્દ થવી જોઈએ ની માગણી કરી હતી.

ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી
નગર પાલિકાએ જાહેરાત વિવિધ અપાય છે. નિયમ અંદર સમય મર્યાદા તે નિયમ ઓછા છે. છેલ્લી તારીખ બાદ 2 દિવસ અને ફોર્મ સબમિટ માટે 3 દિવસ જેટલા આપવાના તે અપાયા નથી. જે બાબતે વિરોધ કરી ફરી થી ઈ ટેડરિંગ કરવા પાલિકાના ચીફ ઓફીસરને લેખિતમાં રજુઆત કરી છે. વિપુલ ચૌહાણ, વ્યારા પાલિકા સભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો