તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફણસાની BOBમાં ગ્રાહકોના કામો ન થતાં ખાલી હાથે પરત ફરતા આક્રોશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફણસા ગામ ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં પાંચ ગામથી વધુ ગામોના 20 હજારથી વધુ ગ્રાહકો છે. બેન્કમાં અપૂરતા સ્ટાફના અભાવે ગ્રાહકોના કામો માટે કલાકોનો સમય નીકળી રહ્યો છે. મોડે આવેલા ગ્રાહકો ખાલી હાથે પરત ફરતા ગ્રાહકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે.

ઉમરગામના ફણસા ખાતે બેન્ક ઓફ બરોડાની શાખા કાર્યરત છે. જે બેન્કમાં ફણસા, બિલિયા, કનાડુ, કલગામ, સરીગામ, મરોલી, કાલાઇ સહિત અન્ય ગામો મળી 20 હજારથી વધુ ગ્રાહકો ખાતા ધરાવે છે. લગ્નની મોસમ શરૂ થવાની તૈયારી છે. સાથો સાથ વરસાદના આગમનને લઈ લોકો ઘર રીપેરમાં વ્યસ્થ થયા છે. જેઓને કામગીરી આટોપવા માટે પૈસાની સતત જરૂર રહે છે. બેન્કમાં ઓછો સ્ટાફને લઈ ગ્રાહકોના કલાકો સુધી કામો થતા નથી. વહેલી સવારે લાઈન લગાવી ઉભા ગ્રાહકોના બપોર સુધી નંબર લાગે છે. બપોરે આવેલા ગ્રાહકોના કામો સાંજ સુધી થતા નથી.બેન્કમાં ગ્રાહકોની સંખ્યાને જોઈ બેન્કમાં અપૂરતી જગ્યા છે. ગ્રાહકોને બેન્ક બહાર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. જેના લીધે ગ્રાહકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

જગ્યાને અભાવે બહાર ઉભું રહેવું પડે છે
ફણસાની બેન્ક ઓફ બરોડા શાખામાં અંદાજીત 20 હજારથી વધુ બેન્ક ગ્રાહકો હોવા છતાં નાની સરખી કોટડીમાં બેન્ક વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને જગ્યાના અભાવે બહાર ઉભું રહેવું પડી રહ્યું છે. ઓછા સ્ટાફના આભાવે ગ્રાહકોને બેન્ક લેવડ દેવડમાં કલાકોનો સમય નીકળી રહ્યો છે. મોડા આવેલા ગ્રાહકો બેન્કમાં ગ્રાહકોની સંખ્યા જોઈ ખાલી હાથે પરત ફરી રહ્યા છે. હર્ષદભાઈ શાહ, બેન્કગ્રાહક,ફણસા.ફણસા ગામ ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં પાંચ ગામથી વધુ ગામોના 20 હજારથી વધુ ગ્રાહકો છે. બેન્કમાં અપૂરતા સ્ટાફના અભાવે ગ્રાહકોના કામો માટે કલાકોનો સમય નીકળી રહ્યો છે. મોડે આવેલા ગ્રાહકો ખાલી હાથે પરત ફરતા ગ્રાહકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે.

ઉમરગામના ફણસા ખાતે બેન્ક ઓફ બરોડાની શાખા કાર્યરત છે. જે બેન્કમાં ફણસા, બિલિયા, કનાડુ, કલગામ, સરીગામ, મરોલી, કાલાઇ સહિત અન્ય ગામો મળી 20 હજારથી વધુ ગ્રાહકો ખાતા ધરાવે છે. લગ્નની મોસમ શરૂ થવાની તૈયારી છે. સાથો સાથ વરસાદના આગમનને લઈ લોકો ઘર રીપેરમાં વ્યસ્થ થયા છે. જેઓને કામગીરી આટોપવા માટે પૈસાની સતત જરૂર રહે છે. બેન્કમાં ઓછો સ્ટાફને લઈ ગ્રાહકોના કલાકો સુધી કામો થતા નથી. વહેલી સવારે લાઈન લગાવી ઉભા ગ્રાહકોના બપોર સુધી નંબર લાગે છે. બપોરે આવેલા ગ્રાહકોના કામો સાંજ સુધી થતા નથી.બેન્કમાં ગ્રાહકોની સંખ્યાને જોઈ બેન્કમાં અપૂરતી જગ્યા છે. ગ્રાહકોને બેન્ક બહાર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. જેના લીધે ગ્રાહકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...