દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને સણવલ્લા પાસેથી ઝડપી પડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સુચનાનાને આધારે વ્યારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ વ્યારા પોલીસ સ્ટેશન.હે.કો. અજયભાઇ સુદામભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ૦૩/૧૦/૨૦૧૯ નાં રોજ મહુવા પોલીસ સ્ટેશન જિ.સુરત વિસ્તારનાં સણવલ્લા ગામે ત્રણ રસ્તાથી વેલણપુર જતાં રોડ ઉપર હુંડાઈ સેન્ટાફી ગાડી નંબર (GJ15CD- 7860) માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બાટલીઓ નંગ 2760 જેની કિંમત રૂપિયા 2,04,000/- નો પ્રોહી મુદામાલ મળી આવતાં મહુવા પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૩૬૧/૨૦૧૮ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુનામાં વોન્ટેડ આરોપી વાલોડ તાલુકાના કહેર ગામનો સરદાર ફળિયાનો વિપુલભાઇ નગીનભાઇ ચૌધરીનો પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો, આ વોન્ટેડ આરોપી વ્યારા નવા બસ સ્ટેશન પાસે ઉભેલ હોવાની બાતમીના આધારે વોચ ગોઠવતા વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ થઇ જતા તેને ગુના સબંધે પુછપરછ કરતાં તેણે પોતે કરેલ ગુનાની કબુલાત કરતાં આરોપી વિપુલભાઈનાઓને સી.આર.પી.સી્ની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી મહુવા પોલીસને જાણ કરી વોન્ટેડ આરોપીનો કબજો મહુવા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી કરેલ છે. આમ તાપી જિલ્લા પોલીસના વ્યારા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.અમીન તથા તેમનાં સ્ટાફે ઉપરોકત મહુવા પોલીસનાં ગુનાનાં કામનાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી

અન્ય સમાચારો પણ છે...