તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન લૂંટમાં આરોપીઓએ 2 માસ પહેલા પ્લાનિંગ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ ડુંગરી રેલવે સ્ટેશન નજીક કચ્છ એક્સપ્રેસ ટ્રેનના સિગ્નલ ફેલ કરીને ટ્રેનમાં સુરત જતા વલસાડની આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ ચલાવવાના કેસમાં આરોપીઓના નિવેદન લેવાયા હતા. ખેરગામમાં રૂમ ભાડે રાખીને મહિના પહેલા ત્યાં રહેતા હતા. રૂમ ભાડે આપનારના પણ નિવેદન લેવાયા હતા.

ડુંગરી રેલવે સ્ટેશન નજીક કચ્છ એક્સપ્રેસ ટ્રેનના સિગ્નલ ફેલ કરી ચાલુ ટ્રેને MST કોચમાં વલસાડની આંગડિયા કર્મચારી ઉપર હુમલો કરી લૂંટ કેસમાં સુરત રેલવે LCBએ લૂંટમાં 7 આરોપીના નિવેદન લેવાયા હતા. ટ્રેનમાં લૂંટ ચલાવવાના મહિના પહેલા ખેરગામમાં રૂમ ભાડે રાખી કાવતરૂ રચાયું હતું. માસ્ટર માઇડ રાજુ બિહારીએ 2 વર્ષ પહેલાથી પ્લાન ઘડી રહ્યો હતો. અન્ય સાથીઓ સાથે મળીને લૂંટ ચલાવવાના 2 માસ પહેલા તૈયારીઓ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...