Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરાથી બાઇક ચાલકના ગળા કપાવાથી અકસ્માતની
ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરાથી બાઇક ચાલકના ગળા કપાવાથી અકસ્માતની ઘટનાઓ વધારે બને છે. આ આવા અકસ્માતો અટકાવવા પારડી જીવદયા ગૃપ દ્વારા એક જ દિવસમાં 829 સેફટી ગાર્ડનુ બાઇક ચાલકોને વિતરણ કરવામાં આવ્યુ હતું. જેના કારણે અકસ્માતો ઘટશે. જીવદયા ગૃપ દ્વારા ઉત્તરાણ પર્વમાં સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવાની પણ કામગીરી કરવામાં આવશે.
પારડી જીવદયા ગૃપ દ્વારા મકરસક્રાંતિ પર્વ દરમિયાન અનોખી કામગીરી કરવામાં આવે છે. જેમાં પતંગના દોરાથી અકસ્માતો અટકાવવા બાઇક ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવે છે. પારડી જીવદયા ગૃપના પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠ ળ બંકિમ પટેલ, યાસિમ મુલતાની, હિનલ ભાનુશાલી, ભરત રાજ, ઉમેશ ચૌહાણ, મિતેશ પટેલ સહિતના જીવ દયા ગૃપના સભ્યોએ સોમવારે 829 સેફટી ગાર્ડનુ બાઇક ચાલકોને વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, દેવેન શાહ, આરએફઓ કૌશિક પટેલ હાજરી ઉત્તરાયણના દિવસે જરૂરી તમામ સેવાઓ આપવાની ખાતરી આપી હતી. જીવ દયા ગૃપની આ કામગીરીમાં અનેક લોકો જોડાઇ છે. જયારે પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવાની કામગીરી પણ જીવ દયા ગૃપ દ્વારા કરવામાં આવશે. ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન નં. 9825179536 પર સંપર્ક કરવા એક અખબારયાદીમાં જણાવાયુ છે.