તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારે રાત્રે ચણોદ કોલોનીમાં 51 વર્ષની રેખા મહંતો અને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શનિવારે રાત્રે ચણોદ કોલોનીમાં 51 વર્ષની રેખા મહંતો અને તેમની ફ્રેન્ડ અનિતા ખડસેની ગોળી મારી હત્યા બાદ પોલીસે આરોપી સુધી પહોંચવા માટે એફએસએલ ટીમની મદદ લીધી હતી. આ ઉપરાંત સોમવારે સુરતની સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોકટરની ટીમે બંને મહિલાના પોસ્ટ મોર્ટમ કર્યા હતા. પીએમમાં મૃતક બંને મહિલાના શરીરમાંથી પાંચ બૂલેટ કાઢવામાં આવી હતી. બંને મહિલાને ખૂબજ ટૂંકા અંતરેદથી શુટ કરાઇ હતી. જીઆઇડીસીના પીઆઇ એન. બી. કામળિયાના જણાવ્યા મુજબ પોલીસે તમામ દિશાએથી તપાસ હાથ ધરી છે. પોલીસને આ કેસ ઉકેલવામાં કેટલીક અગત્યની કડી મળી છે જેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સોમવારે મોડી સાંજે બંને મૃતદેહો તેમના પરિવારજનને સોંપાયા હતા. વાપી પોલીસ આ કેસમાં આરોપી સુધી પહોંચવા માટે મથામણ કરી રહી છે. એકદમ બ્લાઈન્ડ ગણાતા આ કેસને ઉકેલ કરવા માટે પોલીસ માટે પણ પડકાર રૂપ છે. એવા સંજોગોમાં એલસીબીથી લઈને એસઓજી સુધીની એજન્સીઓ પોતાની રીતે તપાસ આગળ વધારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો