તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી એપીએમસીમાં ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજના કાર્યક્રમનો વિશાળ સંખ્યામાં લોકો લાભ લઈ શકે તે માટે સાંસદ પ્રભુભાઈ વસાવાએ એ.પી.એમ.સી.પર આયોજન કર્યું હતું

માંડવી એ.પી.એમ.સી. ખાતે ડોક્ટરો, વકીલો, એંજિનિયરો, પ્રોફેસરો તેમજ અન્ય નાના મોટા અધિકારીઓ, પદાધિકારીઓ અને સરકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અંગે વાતો કરતાં જણાવ્યું કે વિશ્વ આખું તથા વિરોધીઓ પણ રાસ્ટ્રના હિત માટે નરેન્દ્રભાઈ મોદીની ફરીથી નેતા ગિરિ ઇચ્છે છે આઝાદી પછીની ખેડૂતો માટેની સર્વો પરી યોજના અમલમાં મૂકી છે પ્રધાનમંત્રીની કિશાન સન્માન નીધી યોજનામાં માંડવી તાલુકો મોખરે રહ્યો છે અને તાલુકામાં 13869 જેટલા ખેડૂતો નોંધણી થઈ ગઈ છે જ્યારે વડાપ્રધાને મનકી બાતમાં જણાવ્યુકે ભારતમાતાએ પોતાના સપૂતોને ગુમાવ્યા છે સૌને આઘાત આક્રોશ છે શહીદોના પરિવાર જનોએ ત્યાગ તપસ્યા શું છે તેની પ્રેરણા આપી છે નેશનલવોર મેમોરિયલ,ભગવાન બિરસમુંડા,તથા જમસેતજી ટાટા જેવા વ્યક્તિત્વની ઝલક આપી હતી. આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ દિનેશભાઇ પટેલ,નટુભાઇ રબારી, ડો.આશીષભાઇ ઉપાધ્યાય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો