તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગટર ક્લીનર’ની કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રીય કક્ષાનો ઈન્સપાયર માનાંક એવોર્ડ પ્રદર્શનનું ન્યુ દિલ્હી આઈઆઈટી ખાતે આયોજન થયું હતું, જેમાં ડાંગ જિલ્લાની વઘઈ તાલુકાની પ્રા.શાળા દગડીઆંબાની કૃતિ ‘ગટર ક્લીનર’એ પણ ભાગ લીધો હતો. આ પ્રદર્શન માટે ભારતમાંથી 3 લાખ પ્રોજેકટોનું રજીસ્ટ્રેશન કરાયું હતું. 850 જેટલા મોડેલ વિવિધ સ્તરે પસંદગી પામી આઈઆઈટી કેમ્પસમાં ભાગ લીધો હતો. જેમાંથી 60 મોડેલની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દગડીઆંબા પ્રા.શાળાની કૃતિ પણ પસંદગી પામી હતી. હવે આગળનું પ્રદર્શન રાષ્ટ્રપતિ ભવનમાં થશે. જેમાં દગડીઆંબા શાળા રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરશે.

આ પ્રોજેકટ ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉપર આધારિત હતી. જે ભૂગર્ભ ગટરમાં તેમજ કોઈપણ ગટરમાં રહેલા ગંદા પાણી, કચરા કે અન્ય સામગ્રીનો સરળતાથી નિકાલ કરે છે. કોઈપણ ગટર સાફ કરવા માટે કોઈપણ વ્યક્તિએ ગટરની અંદર જવાની જરૂરિયાત રહેતી નથી. ગટર સાફ કરતા થતા અનિચ્છનીય અકસ્માત તેમજ તેનાથી થતી વિવિધ બીમારીથી પણ બચી શકાય છે તેમજ આ સાધન સરળ હોવાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી ચલાવી શકે છે અને તેના માટે જનરેટર કે મોટરની જરૂરિયાત રહેતી નથી. આ માટે પ્રોજેકટ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આ પ્રોજેકટ શાળાની વિદ્યાર્થિની આશાબેન પવારે રજૂ કર્યો હતો તેમજ માર્ગદર્શન ગણિત-વિજ્ઞાન શિક્ષક શિવાનંદ પટેલે પુરું પાડ્યું હતું. શાળાના આચાર્ય જ્યોર્જ એરિક મિસ્ત્રી તેમજ શાળાના સ્ટાફ અને કેન્દ્રના શિક્ષકોએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. દગડીઆંબા કેન્દ્રના સીઆરસી જયેશભાઈ પટેલે પણ સહયોગ આપ્યો હતો આ સિદ્ધિ બદલ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી એસ.એલ.પવાર, ડાયટના પ્રાચાર્ય બી.એમ. રાઉત, ડાયટ સ્ટાફ, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી, કેળવણી નિરીક્ષક સહિત અનેકોએ શુભેચ્છા પાઠવી હતી.

કૃતિ રજૂ કરનાર શાળાની વિદ્યાર્થિની અને માર્ગદર્શક આપનાર શિક્ષક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો