તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેલીમાં એક જ ખેતરમાંથી 30મો દીપડો પાંજરે પુરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાના વરેલી ગામે દીપડા દેખાવાના, શિકારના બનાવ તેમજ રહેણાંક વિસ્તારમાં ધસી આવવાના બનાવ છાસવારે બને છે. જેથી લોકોમાં દીપડાનો ભય રહે છે. જ્યારે વેરલી ગામે આવેલા એક ખેતરમાં શનિવારની વહેલી સવારે એક દીપડી પાંજરે પુરાઈ હતી. જેની સાથે આ ખેતરમાંથી 30 દીપડા આજદિન સુધી પાંજરે પુરાયા છે. વરેલી ગામ જાણે દીપડાનું અભ્યારણ બન્યું હોય તેમ એક સ્થળેથી વારંવાર દીપડા પકડાઇ રહ્યું છે. જેને લઇ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.

વરેલી ગામ એ તાપી નદીના કિનારે આવેલ છે. આ સાથે અહીંથી પસાર થતી કોતરોની ઝાડી ઝાખરીએ દીપડાઓને રહેવા માટે અનુકુળ છે. વરેલી ગામમાં જ આવેલ યુસુફભાઈ ભીખાભાઈ મહિડાનું ખેતરએ દીપડાઓનું ફેરવરેટ ડેસ્ટીડેશન બન્યું છે. યુસુફભાઈના ખેતરમાં અવાર નવાર દીપડા દેખાવાના તેમજ પશુઓના શિકારના ઘણા કિસ્સા બન્યા છે. અવાર નવાર દીપડાના આતંકને કારણે અહીં પાંજરુ ગોઠવવામાં આવે છે. આજદિન સુધીમાં આ ખેતરમાંથી એક જ જગ્યાએથી 30 દીપડા પાંજરે પુરાયા છે. શનિવારે વહેલી સવારે ખેતરમાં મુકેલ પાંજરામાં શિકારની લાલચમાં એક કદાવર 4 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી. જે અંગે વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમે કબજો લઈ યોગ્ય જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી છે. એજ ખેતરમાંથી મોટી સંખ્યામાં દીપડા પકડવાથી ખેતર માલિકો ચિંતિત બન્યા છે. આ અંગે વનવિભાગના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ કરી રહ્યાં છે.

માંડવી તાલુકાના વરેલી ગામેથી પાંજરે પુરાયેલો 4 વર્ષનો કદાવર દિપડો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો