તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલોડની 13 વિદ્યાર્થિનીઓ કુસ્તી અને કબડ્ડીમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર | ખેલ મહાકુંભ 2019માં વાલોડની સ.ગો. હાઈસ્કૂલ અને દ. ના. પટેલ ઉ. મા. શાળાના વિદ્યાર્થીનીઓએ તાલુકા કક્ષાએ પોતાનું કૌવત બતાવી જિલ્લા કક્ષાએ ભાગ લેવા તાપી જિલ્લા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા વાલોડ ખાતે સ.ગો. હાઈસ્કૂલ વાલોડ ખાતે ભાગ લીધો હતો, જિલ્લા કક્ષાએ કુસ્તીમાં અંડર 17માં ચૌધરી પાયલ એ., કોંકણી ખુશ્બુ જે., અને ગામીત અર્પિતા એસ. પ્રથમ ક્રમે આવ્યા હતા, જયારે ચૌધરી પ્રિયા આર., ગામીત અંજના એસ., ચૌધરી ખુશી શૈલેશ, ચૌધરી પુતવી કિરીટભાઈ દ્વિતીય ક્રમે આવી પસંદગી પામ્યા હતા તથા ઓપન એજ ગ્રુપમાં ચૌધરી આયુષી વી, હળપતિ જ્હાન્વી એસ તથા રાઠોડ પ્રિયા નવીનભાઇની પસંદગી જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કરતાં રાજ્ય કક્ષાએ પસંદગી થઇ છે તથા કબડ્ડી સ્પર્ધામાં અંડર 14 માં ત્રણ વિદ્યાર્થીનીઓ ગામીત પ્રિયંકાં જગદીશભાઈ, ચૌધરી ધ્રુવી બી. તથા વડવાલા ફાતિમા એ. કબડ્ડીમાં તાપી જિલ્લામાં પસંદગી પામી રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...