તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢના ઓટા ગામથી 12મું પાસ પરપ્રાંતીય બોગસ ડૉક્ટર ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોનગઢના છેક છેવાડે આવેલ ઓટા ગામમાં કોઈ પણ પ્રકારના ડોકટરી અભ્યાસ કે તાલીમ લીધા વિના માત્ર 12મું પાસ કરેલ બંગાળનો યુવક દર્દીઓને દવા ઈન્જેકશન આપી સારવાર કરતો મળી આવ્યો હતો. તાપી એસઓજીએ બોગસ ડૉક્ટરને ઝડપી સોનગઢ પોલીસને સોંપ્યો હતો.

તાપી એસઓજી બ્રાન્ચના સ્ટાફને સોનગઢ અને ડાંગ જિલ્લાની સરહદ નજીક આવેલા સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા ઓટા ગામે એક બોગસ ડોક્ટર દર્દીઓ ની સારવાર કરતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત ઓટા ગામે જગન ગામીતના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક શખ્સ ગળામાં સ્ટેથોસ્કેપ લગાડી દર્દીઓને તપાસતો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા નામ મીંટૂ સુનિલભાઈ હલદાર રહે. હાલ ઓટા મૂળ રહે. જિલ્લા ચોવીસ પરગના પશ્ચિમ બંગાળ જણાવ્યું હતું. એની પાસેથી ડૉક્ટરી પ્રેક્ટિસ માટે સર્ટિ. માંગતા એ મળ્યા ન હતા અને આ બોગસ ડોકટર માત્ર 12 મું ધોરણ પાસ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે એની પાસેથી ત્રણ બોક્સ ભરીને દવા, સિરિન્જ અને બોટલો કે જેની કિંમત 15,000 જેટલી થાય છે એ કબ્જે કરી હતી. પોલીસે આરોપી બોગસ ડૉક્ટર મીંટૂ સુનિલ હલદાર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

અન્ય વિરુદ્ધ ક્યારે પગલાં ભરાશે

સોનગઢ તાલુકાના કેટલાય ગામડાઓ માં હાલમાં પણ બોગસ ડૉકટરો ની હાટડીઓ ધમધમે છે. એઓ બિન્દાસ્તપણે દર્દીઓને બાટલા ચઢાવે છે અને એલોપેથી દવાઓ અને ઈન્જેકશન પણ આપતા હોય છે. સોનગઢના ગ્રામ્ય વિસ્તારમાં આવા ડૉકટરો ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરતાં હોવા છતાં આરોગ્યવિભાગની રહેમ નજર તળે બધું પોલમપોલ ચાલી રહ્યું છે. આવા બોગસ ડૉકટરો સામે પગલાં ભરવાની જવાબદારી આરોગ્ય વિભાગ ની હોવા છતાં બોગસ ડૉકટરો વિરુદ્ધ પગલાં ભરવામાં નથી આવતા.

કોઈ પણ જાતના સર્ટિફીકેટ વિના દર્દીઓને દવા અને ઈન્જેકશન પણ આપતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો