તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીમાં નવરાત્રિની ઉજવણી માટે યુવાધનમાં થનગાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરના ખેલૈયાઓ છેલ્લા ત્રણ માસથી નવરાત્રિના ગરબાની તૈયારીમાં હતા, અને નવરાત્રિ પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રવિવારથી નવરાત્રીનું આગમન થતાં જ નગરના ખેલૈયાઓમાં ગરબે ઘુમવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે વરસાદી માહોલ રહેતા આયોજકોમાં પણ ચિંતા જોવા મળી હતી.

બારડોલીનગરમાં આમતો ઠેર ઠેર શેરી ગરબાઓ થાય છે.પરંતુ નગરના આયોજકો દ્વારા ગોવિંદાશ્રમ, લોટસ્ગૃપ દ્વારા બારડોલી સરદાર ગ્રાઉન્ડ ખાતે તો સ્વર્ણિમ ગ્રૂપ દ્વારા પણ ગરબાના મોટા આયોજનો ઓરકેસ્ટ્રા અને ડીજેના તાલ સાથે કરવામાં આવ્યા છે. ગોવિદાશ્રમ ખાતે અંબિકાનિકેતન મંદિરના પટરાંગણમાં વર્ષોથી નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. પચાસ ગાળામાં કાળીકામાતા મંદિરમાં પણ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્યાંરે સોસાયટીઓમાં પણ ગરબાનું લાઇટીંગ સાથે આયોજન કરવામા આવ્યું છે.ખેલૈયાઓના લાંબા સમયની ગરબાની તૈયારીનો અંત આવતા જ ટ્રેડિશનલ ડ્રેસોથી સજ્જ થઈ ગરબે ઘુમવાની તૈયારી બતાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...