વ્યારા નગર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો આતંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર બાદ હવે ગ્રામ્ય વિસ્તરમાં મોટરસાયકલ ચોરનો આતંક વધી રહ્યો છે.વ્યારા તાલુકાનાં બોરખડી ગામે ઘરના આંગણામાં પાર્ક કરેલ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતાં આ અંગે વ્યારા પોલીસ મથકે 50000 ના ચોરી ની ફરિયાદ નોંધાય હતી.

વ્યારા તાલુકાનાં બોરખડી ગામે નાનીકુંડળ ફળિયામાં રહેતા પૃથ્વીકુમાર પ્રવીણભાઈ ચૌધરી (21) રહે છે. ગત રોજ 3 મેના રોજ પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર (GJ-26R-1070) જેની કિંમત રૂ, 50,000 ઘરના આંગણામાં પાર્ક કરી હતી. જે મોટરસાયકલ રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. જે બનાવ અંગે પૃથ્વી ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં 50000ની મોટરસાયકલ ચોરી ની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...