તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલાવ પાસે ટેમ્પો અડફેટે બાઇકચાલક યુવકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના કીમ-ઓલપાડ માર્ગે બોલાવ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ઓલપાડના મૂળદ ખાતે પ્રભુનગરમાં રહેતા અને કીમ ખાતે ગેરેજ ચલાવતા અવધેશ મોહનભાઇ પ્રજાપતિ બાઈક લઈ ઓલપાડ ખાતે ગેરેજ પર ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઓલપાડ-કીમ માર્ગે બોલાવ જીઆઇડીસી નજીક પુરપાટ આવતા આઇસર ટેમ્પો નંબર (GJ-5 BV- 9501)ના ચાલકે બોલાવ જીઆઇડીસી પાસેથી મોટરસાયકલ નં (GJ-5 DR- 3377) લઇ પસાર થતા હોય.

આ સમયે અવધેશ મોહનભાઇ પ્રજાપતિની બાઇકને અડફટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઈકચાલક અવધેશને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલક અકસ્માતને અંજામ આપી ભાગી છૂટ્યો હતો. કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો