તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા કામરેજના આધેડનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતથી કડિયાકામ કરીને કામરેજ મોટરસાઈકલ પર ઘરે જતા આઘેડને ટેમ્પાના ચાલકે અડફેટમાં લેતા કામરેજ ગામ પાસે મોત નીપજયુ હતુ.

મુળ જામનગરના માઘાપર ગામના વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં આવેલી સ્વસ્તીક રેસીડન્સીમાં મકાન નંબર 46માં પ્રભુભાઈ પરસોત્તમભાઈ ટાંક (55) રહીને પુત્ર વિવેક સાથે કડીયાકામ કરતા હતા. શુક્રવારના રોજ સુરત કડિયાકામ કરવા માટે પોતાની હિરો સ્પેલન્ડર મોટરસાઈકલ (GJ- 05 KC- 4435) લઈને એકલા ગયા હતા. ઘરે સાંજના કામ પરથી મોટરસાઈકલ લઈને ઘરે પરતા ફરતા કામરેજ ચાર રસ્તાથી કામરેજ જતા રોડ પર ગોપનાથ હોટલ પાસે મોટરસાઈકલ સવાર પ્રભુભાઈને ટેમ્પા નંબર (GJ- 05 AT -1635)એ અડફેતમાં લેતા માંથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જે અંગે મરનાર આઘેડના પુત્ર વિવેકને જાણ કરતા તુરંત જ ઘટના સ્થળે દોડી આવી ટેમ્પાના ચાલક સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો