તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડમાં ભાષા વિકાસ વર્કશોપમાં શિક્ષકોએ ભાગ લીધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકાની એમ સી એલ પટેલ વાડ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી તથા નવ ચેતન કેળવણી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાના ખેરગામ, ચીખલી અને વાંસદા તાલુકાના શિક્ષકો માટે ખાસ ભાષા વિકાસ વર્કશોપનું કરવામાં આવ્યું હતું. રાજકોટના પ્રોફેસર ડો. રાજેન્દ્ર ચોંટાલિયાએ પરિસંવાદના વિવિધ વિષયો ઉપર શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિષયોમાં માતૃભાષા શિક્ષણનું મહત્વ, ભાષા શીખવાની તકનીક, હસ્તાક્ષર સુધારણા, ભાષાની સરળ સમજ તથા અસરકારક શિક્ષણ,સર્જનાત્મક જૂથકાર્ય, પ્રશ્નોત્તરી સમય ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર વર્કશોપમાં ખેરગામ,ચીખલી,વાંસદા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી,ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે શાળાના માજી આચાર્ય ઉત્તમભાઈ પટેલ,ગામના અગ્રણી દિનેશભાઇ પટેલ,નિવૃત શિક્ષક લલ્લુભાઇ પટેલ, સરપંચ ચંદ્રકાન્તભાઈ પટેલ,અનિલસિંહ અમરતસિંહ સહિતના આગેવાનોએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો