તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિલકવાડાના કાટકોઇ ગામે પાણી છોડવા મુદ્દે ધિંગાણું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિલકવાડામાં આવેલાં કાટકોઇ ગામે ગ્રામ પંચાયતનું પાણી છોડવાના મામલે બે જુથો બાખડ્યાં હતાં. બનાવ સંદર્ભે તિલકવાડા પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, કાટકોઇ ગામે રહેતાં દિવ્યેશ તડવી તેમના દાદાને ત્યાં ગયાં હતાં. તે વેળાં તેમના દાદા બચુભાઇ તડવીને ત્યાં ગયાં હતાં. તે વેળાં ગામમાં રહેતાં કેયુર જશુ તડવી, જશુ રણછોડ તડવી, શૈલેષ તડવી, કિરીટ તડવી, ખુશાલ તડવી, સચિન તડવી તેમજ નિતા તડવીએ તેમની સાથે પાણી છોડવા ...અનુસંધાન પાના નં.2

બાબતે ઝઘડો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનામાં જશુ તડવીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે તેમના પુત્ર કેયુર તેમજ ફળિયા શૈલેષ તડવીને ગામમાં પાણી છોડ્યું હોઇ બગાડ ન થાય તે માટે બંધ કરવા માટે મોકલ્યાં હતાં. જ્યાં ત્યારે દિવ્યેશ તડવી, ગજેન્દ્ર તડવી તેમજ બચુ તડવીએ તેમની સાથે ઝઘડો કરી તેમને માર માર્યો હતો. બનાવને પગલે પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...