તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરસાડીના માર્ગ મકાન વિભાગના કર્મચારીને ત્યાં તસ્કરોનો તડાકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડી નગરના વિજય એસ્ટેટ સોસાયટીમાં રહેતા જિલ્લા પંચાયતમાં માર્ગ અને મકાન વિભાગના કર્મચારી ઉનાળો હોવાથી ઘરના ધાબા પર સુવા ગયા હતાં. દીકરો ઘરના પહેલા માળે પોતાની પત્ની અને બાળક સાથે પોતાના રૂમમાં સૂતો હતો ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશી દીકરાના રૂમને બહારથી બંધ કરી ઘરના બેડરૂમમાં મૂકેલા બે કબાટને તોડી સોના ચાંદીના દાગીના અને 3000 રોકડ મળી કુલે 1.24 લાખની ચોરી થતાં કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરત જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં અને તરસાડી નગરના વિજય એસ્ટેટ સોસાયટીમાં રહેતા હઠેસિંહ જામલસિંહ રણા ગત રાત્રિના જમી પરવારી ઉનાળા ઋતુ હોય પોતાની પત્ની સાથે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં ઘર બંધ કરી પત્ની સાથે ઘરના ધાબા ઉપર સૂવા ગયા હતા. જ્યારે ઘરના પહેલા માળે તેમનો દીકરો જયપાલ તેમની પત્ની અને છોકરા સાથે તેના રૂમમાં સૂતો હતો. સવારે 5.45 કલાકે ધાબા પરથી નીચે ઘરમાં આવતાં ઘરના બારણા પર મારેલુ તાળું તૂટેલું હતું. જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...