તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાંત્રિકને આપવા વાળ, નખ અને કપડાં માંગી કાળો કેર વર્તાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચીખલીના ખુંધ ગામના સાંઈ નગરમાં રહેતી લેશા રાઠોડના લગ્ન વર્ષ 2015 દરમિયાન મૂળ જલાલપોરના તવડી ગામે અને હાલ મુંબઈમાં રહેતા દિવ્યેશ હસુમખ તવડીયા સાથે થયા હતા. લગ્નના થોડા સમય માટે લેશા રાઠોડને પતિ દિવ્યેશ તવડીયા દ્વારા પિયરમાંથી દહેજ પેટે રોકડા રૂપિયા લાવવા જણાવતો હતો.અને સાસુ તથા નણંદ દ્વારા પણ પાછળથી દહેજ પેટે રૂપિયા કેમ લાવી નથી એમ કહીને તેમજ તાંત્રિક પાસે ઘરના કામ માટે જવાનુ છે તો તારા માથાના વાળ,હાથના નખ તેમજ એક જોડી પહેરેલ કપડાની જરૂર છે ત્યારે પરીણિતાએ આ વસ્તુ આપવા ના પાડી હતી.

બાદમાં પતિ દિવ્યેશ નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જઈ તેને માર મારતો હતો. સાસુ તેમજ નણંદ પણ સંતાન બાબતે પણ મેણાટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા રહ્યા હતા પરંતુ સંસાર ન ભાગે તે માટે લેશા તમામ વાતો સહન કરતી આવી હતી. જોકે સાસરા દ્વારા એક દત્તક બાળક લેવાની પણ તૈયારી જણાવતા પરિણીતાએ લગ્નના ત્રણ ચાર વર્ષ પછી પણ પરિવાર થઈ શકે તેમ જણાવ્યું હતું. જોકે આ તમામ વાતોથી પતિ દિવ્યેશ તેમજ સાસુ શારદાબેન તવડીયા તથા નણંદ સ્મૃતિ ગુપ્તા તેમજ નણંદોઈ અમિત ગુપ્તા (તમામ રહે. જીવદાની રોડ, મુનશી બંગલો ઓમ સ્મૃતિ બિલ્ડીંગ, જિ.પાલઘર, વિરાર ઈસ્ટ મુંબઈ, મૂળ રહે. તવડી, તા.જલાલપોર જિ.નવસારી))એ એકબીજાની સાથે મળી તેને શારીરિક માનસિક ત્રાસ આપી માર-મારી ઘરમાંથી કાઢી મુકતા આખરે તેણે પિયર આવી ચીખલી પોલીસ મથકમાં સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચીખલીના મહિલા પીએસઆઈ એ.ડી.ભટ્ટે હાથ ધરી છે.

ચીખલીની પરિણીતા પાસે દહેજ માંગી કાઢી મૂકી હતી

મુંબઈના સાસરીયા વિરૂદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો