તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લાને 1673 કરોડની 2 નવી સિંચાઈ યોજનાનો લાભ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાણીદાર તાપી જિલ્લાના ખેડૂતોને આગામી દિવસોમાં કુલ રૂ.1673 કરોડની બે નવી સિંચાઈ યોજનાઓનો લાભ મળી રહે, તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, તેમ તાપીના પ્રભારી મંત્રી યોગેશભાઈ પટેલે વ્યારાના કૃષિ મેળામાં જણાવ્યું હતું. પી-કરજણ સિંચાઇ યોજના ₹ 711/- કરોડ, તથા સોનગઢ-ઉચ્છલ-નિઝર સિંચાઈ યોજના ₹ 962 કરોડના ખર્ચે સાકાર થશે તેમ જણાવતા રાજ્યના નર્મદા અંર રૂર્બન હાઉસિંગ વિભાગના રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે આ યોજનાઓ સાકાર થતા, જિલ્લાની કુલ 47 હજાર હેક્ટર જમીનને તેનો સીધો લાભ મળી રહેશે તેમ પણ ઉમેર્યું હતું.

વ્યારા ખાતે આયોજિત બે દિવસીય કૃષિમેળામાં વિશેષ કરીને મહિલા ખેડૂતોની પ્રોત્સાહક હાજરી બદલ ખુશી વ્યક્ત કરતા મંત્રીએ સેન્દ્રિય ખેતીનું માહાત્મ્ય વર્ણવી, સરગવાની ખેતી સાથે સરગવીનું વાવેતર કરવા પણ અનુરોધ કર્યો હતો. જિલ્લામાં ગામે ગામ કિસાન મંડળીઓના ગઠનની આવશ્યકતા ઉપર ભાર મુકતા મંત્રીએ ખેડૂતોની આવક ડબલ કરવાના આશય સાથે હાથ ધરાતા કાર્યક્રમોનો ખ્યાલ આપ્યો હતો. ખેડૂતોની જમીનના સ્વાસ્થ્ય જાળવણી સાથે જિલ્લાના પ્રજાજનોને પણ સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત થાય તેવા આશીર્વચન પણ મંત્રીએ આ વેળા પાઠવ્યા હતા. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્તમાન રાજ્ય સરકારે તાપી જિલ્લાના 1031 જેટલા અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને કૃષિ સહાય પેકેજ પેટે કુલ રૂ.22 કરોડ જેટલી માતબર સહાય ચૂકવી છે, તેમ સાંસદ પ્રભુભાઈ વસાવાએ વ્યારા ખાતે જણાવ્યું હતું. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં વસાવાએ તાપી જિલ્લાના ખેડૂતો માટે સિંચાઇ સુવિધા સહિત ખેત ઉત્પાદનના વેચાણ કેન્દ્રો માટે સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું હતું. ખેડૂતોની જમીનની તાસીર સાથે પ્રજાજનોના સ્વાસ્થ્ય માટે પણ સરકાર ખૂબ ચિંતિત છે તેમ જણાવતા પ્રભુભાઈ વસાવાએ સૌના સાથ, સૌના વિકાસની વિભાવના પણ સ્પષ્ટ કરી હતી.વ્યારાના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી આયોજિત બે દિવસીય કૃષિ મેળાના પ્રારંભિક કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક શ્રી પી.આર.ચૌધરીએ મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરતા, કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમના ભાગરૂપે આયોજિત કૃષિ પ્રદર્શનીનું પણ મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો