તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છી લેવા ગયેલા યુવકને ટેમ્પાએ અડફેટમાં લેતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના પિપોદરા ગામ ખાતે રહેતો યુવક રાત્રે જમવા માટે મચ્છી લેવા ગયેલા યુવકને ટેમ્પા ચાલકે ગફલત ભરી રીતે હંકારી લાવી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ટેમ્પોચાલક પોતાના કબજાનો ટેમ્પો મુકીને ફરાર થઇ ગયો હતો.

માંગરોળ તાલુકાના પોપીદરા ગામની હદમાં આવેલ તવક્કલ નગરમાં રહેતા દિનેશકુમાર બૈજનાથ ભગવતી પ્રસાદ કનોજિયા રવિવારના રોજ દિવસ દરમિયાન ઈદે મિલાજના જુલુસમાં ફર્યા બાદ સાંજે ઘરે આવ્યો હતો. 7.30 વાગ્યાના અરસામાં તેના મિત્ર સુરેન્દ્રકુમાર વિષ્ણુ કોળી સાથે કીમ ચાર રસ્તા તરફ આવેલ સિયાલજ કોલોનીની સામે માછલી લેવા માટે ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે સર્વિસ રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે પીપોદરા તરફ જતા આઈસર ટેમ્પા નં (GJ-03BV-9496)ના ચાલકે ગફલત ભરી રીતે હંકારી લાવી દિનેશને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન દિનેશનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...