તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમેદવાર ઉઘરાણી કે આમંત્રણ આપવા આવે તો પક્ષની વિચારધારા ધ્યાને લેજો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રિય મંત્રી પુરૂસોત્તમ રૂપાલા રવિવારે સવારે વાપી ઉપાસના હોલમાં બુધ્ધીજીવીઓને સંબોધન માટે એક બેઠક યોજાઇ હતી. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ રૂપાલાનું સ્વાગત કર્યું હતું.

સંબોધન કરતાં રૂપાલાએ જણાવ્યું કે જીએસટી એ રાષ્ટ્રીય એજન્ડાનું કામ છે. આઝાદી પછી મહત્વનો નિર્ણય લેવામાં સફળતા મળી છે. જેમાં દરેક રાજયના નાણાં મંત્રી સભ્ય છે અને સર્વાનુમતે નિર્ણય લેવાઇ છે. વડાપ્રધાને વિદેેશ નીતિને સુદઢ બનાવી છે. રાષ્ટ્રનું વજન વધાર્યું છે. આઝાદી પછી પંચાયતોને સશિકત બનાવામાં હવે સફળતા મળી છે. પહેલા વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતાં હતા કે હું 1 રૂપિયો મોકલુ તો લોકો પાસે 15 પૈસા પહોંચે છે. આ પ્રશ્ન તેની સરકારે ન ઉકેલ્યો. પરંતુ મોદીએ ઉકેલી દીધો છે. લાભાર્થી કે પંચાયતના ખાતામાં સીધો લાભ પહોંચી જાય છે. વધુમાં તેમણે

બ્લુ કલરના પાણીને (પ્રદુષિત) પણ એકવા વોટર કહેનારા પીએચડી ધારકો વાપીમાં છે એવું કહેતાં હાસ્યનું મોેજુ ફરી વળ્યું હતું. ઉમેદવાર અંગે કહ્યું કે પક્ષ પાસે જે મટીરીય્લ હોઇ તે આપ્યું છે. રૂપાલાએ સમગ્ર સભાને ડાયરાની જેમ રમુજ સાથે પ્રવચન આપતાં હાજર લોકો પેટ ભરીને હસ્યા હતાં. આ કાર્યક્રમમાં વાપીના ઉદ્યોગપતિ એ.કે.શાહ, પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, શહેર પ્રમુખ મિતેશ દેસાઇ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...