તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચદેવ સહિત કષ્ટભંજન દેવ ઘલુડી ધામના સંસ્થાપક સ્વામી બાલકૃષ્ણદાશજી દેવલોક પામ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજ તાલુકાના ઘલુડી ગામ ખાતે આવી શ્રી પંચદેવ સહિત સ્વામીનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની સ્થાપના કરી સમાજ સેવાકીય પવૃત્તિ કરી લોકોના પૂજનીય બનેલા ઘલુડી ધામના સંસ્થાપક સ્વામી બાલકૃષ્ણદાશજી દેવલોક થતા ભક્તોમાં શોકની લાગણી છવાઈ હતી.

આજથી 35 વર્ષ અગાઉ કામરેજ તાલુકાના છેવાડાના ઘલુડી ગામ ખાતે પધારી ધાર્મિક અને સમાજ સેવાના કર્યો કરવાનું વિચારી શ્રી બાલકૃષ્ણદાસજીએ ઘલુડી ગામ ખાતે પંચદેવ સહિત સ્વામીનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની સ્થાપના કરી સમાજ સેવા થકી અનેકના વિવિધ પ્રકારના દુઃખ દર્દ દૂર કરવા સાથે અનેક વ્યસની યુવાનોને નિર્વયસની બનાવવા સાથે મંદિરમાં પ્રભુ ભક્તિ સાથે શહીદ સૈનિકો માટે ભારત માતા મંદિર બનાવી દેશ ભક્તિનું કાર્યકરી મોટી રકમથી દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોના પરિવાર જનોને મદદરૂપ થતા આવ્યા છે.

ધાર્મિક અને આજ સેવા અને દેશ ભક્તિના કર્યો થકી પોતાની આગવી છબી ધરાવતા પંચડેવ સહિત સ્વામિનારાયણ મંદિર કષ્ટભંજન દેવ ધામ ઘલુડી સંસ્થાપક સ્વામી શ્રી બાલકૃષ્ણદાશજી ને 25-2-19 ના સોમવારે રાત્રે 10.00 કલાકે અચાનક હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા તે સારવાર દરમિયાન દેવલોક થતા જેમનો પાર્થિવદેહ મંદિર પતંગણ ખાતે દર્શનમાં રાખી મંગરવારે બપોરે 3 કલાકે ઘલુડી ગામ ખાતે નગર યાત્રા સ્વરૂપે ભજન કીર્તન સાથે અક્ષર નિવાસી સ્વામીજીની અંતિમ યાત્રા નિકર્તા તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડ્યા હતા. જેમના અંતિમ સંસ્કાર ઘલુડી મુકામે જુના મંદિરની જગ્યા ખાતે હિન્દૂ ધાર્મિક વિધિ મુજબ કરવામાં આવ્યા જેમાં વડતાલ સંપ્રયદાય ના સંતો મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો