તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણમાં સર્વેલન્સે અત્યાર સુધીમાં રૂ. 85.33 લાખ રોકડ કબજે કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા મતદારોને પ્રલોભન આપીને મતની ખરીદી ન કરી શકે એ માટે દમણ દીવ ચૂંટણી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી છે. દમણની એફએસટી અને એસએસટીની ટીમે અત્યાર સુધીમાં અલગ અલગ કેસમાં 85.35 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા હતા જોકે, આ રકમ પૈકી 38.41 લાખ પરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દમણની ચેક પોસ્ટ ઉપરથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબજે લીધો છે.

દમણ દીવમાં આગામી લોકસભા માટે 23મી એપ્રિલના રોજ મતદાન કરાશે. ચૂંટણી દરમિયાન ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને રોકડ અને દારૂની વહેંચણી ઉમેદવારો દ્વારા કરવા ન આવે એ માટે ચૂંટણી વિભાગ દ્વારા એફએસટી અને એસએસટી ટીમની રચના કરવામાં આવી છે. આચાર સંહિતા લાગુ થયા બાદ આ ટીમ દ્વારા સધન ચેકિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં 85.33 લાખ રૂપિયા રોકડ કબજે કરવામાં આવી હતી. જોકે, આ પૈકી કેટલાક કેસમાં ચૂંટણી અધિકારી સમક્ષ જરૂરી હિસાબો અને રોકડ અંગેના જરૂરી કાગળિયા રજૂ કરાતા આ રકમ પૈકી 38.41 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી વિભાગ દ્વારા દમણના અલગ અલગ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરીને લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...