તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની દમણના જેટી નજીક હાલમાં જ બનેલો માર્ગ 7 ફૂટ ધસી જતા આશ્ચર્ય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ પ્રશાસન હાલમાં મુંબઇના મરીન ડ્રાઇવની માફક બીચના માર્ગોનું નિર્માણ કરાયું છે. જોકે, મંગળવારે સાંજે નાની દમણ સ્થિત જેટી ખાતે સમુદ્દ નારાયણ મંદિરના પાછળના ભાગે સિમેન્ટ ક્રોકિટનો રોડ અંદાજે 7 ફૂટ તૂટીને ધસી જતા મોટો ખાડો પડ્યો છે. હાલમાં જ બનેલો રોડ કેવી રીતે ધસી ગયો એ અંગે હાલ દમણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સંઘ પ્રદેશ દમણમાં ન્યૂ ઈન્ડિયા, ન્યૂ દમણ પ્રોજેક્ટમાં પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મોટી દમણના જમ્પોર બીચથી લઈ નાનીદમણ દેવકા સુધી મુંબઈના મરીન ડ્રાઈવની માફક સી-ફેસ રોડનું નિર્માણ કરાયું છે. જોકે, મંગળવારે સાંજે નાની દમણ જેટી ખાતે સમુદ્દનારાયણ મંદિરના પાછળના ભાગે હાલમાં જ નવો બનેલો રોડ ધસી ગયો હતો. નવા રોડમાં અંદાજે 7 ફૂટ જેટલું મોટું ગાબડું પડતાં સોશિયલ મીડિયામાં સ્થાનિકોએ કોન્ટ્રાક્ટની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા. આ ઉપરાંત રોડ કેવી રીતે બેસી ગયો તે અંગે થર્ડ પાર્ટી પાસે તપાસ કરાવીને જવાબદાર કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

ભાજપ પ્રવક્તાએ પ્રશાસક અને PMને ટ્વીટ કરી

દમણ ભાજપના પ્રવક્તા મજીદ લાધાણીએ આ અંગે પ્રદેશના પ્રશાસક અને પીએમ નરેન્દ્ર મોદીને ઘટના અંગે જાણકારી આપી હતી. રોડ ક્યા કારણોસર ધસી ગયો તેની તપાસ કરીને દરેક ચાલી રહેલા તમામ વિકાસીય કાર્યોનું થર્ડ પાર્ટી દ્વારા ઇન્સપેક્શન કરાવવા માટે રજૂઆત કરી છે.
અન્ય સમાચારો પણ છે...