સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ સુરત પલસાણા દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ સુરત પલસાણા દ્વારા 12મી રવિવારે 21મો સમૂહ લગ્ન યોજાશે. આ સમૂહલગ્નમાં 26 નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશે. પલસાણામાં આહિરવાસની સામે સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 8000થી વધુ લોકો ઉમટી પડશેે.

દક્ષિણ ગુજરાતમાં વાપીથી ભરુચ સુધી આહીર સમાજના લોકો એકબીજા સાથે પરિચયમાં રહે અને સંગઠિત રહે એવો આહિર સમાજ દ્વારા હંમેશા પ્રયાસ થતો રહ્યો છે. હાલ મોંઘવારીએ મજા મૂકી છે ત્યારે આહિર સમાજ દ્વારા સમાજની દીકરીઓ તથા તેમના પરિવારને આર્થિક બોજામાં હોમાવું ન પડે તેવા શુભ આશયથી આહિર સમાજ સેવાયજ્ઞમાં જોડાયેલુ છે અને તેથી જ સુરત જિલ્લા આહીર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ પલસાણા દ્વારા 21મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું છે. દર વર્ષની માફક આ વખતે નવદંપતીના જોડામાં વધારો જોવા મળ્યો છે. સમૂહ લગ્નનો મહત્તમ ભાગ લે તેવો આશય તેમાં સફળ થતો જોવા મળી રહ્યો છે. 26 નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશેે.મેનેજિંગ ટ્રસ્ટી મોહનભાઈ ઉર્ફે સોમાભાઇ આહિરે જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...