તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પાઇપલાઇનથી દમણના દરિયામાં છોડવા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીના પ્રદુષણને અંકુશમાં લાવવા લાંબા સમયથી સીઇટીપી આઉટલેટથી દમણ દરિયા સુધી પાઇપલાઇન નાખવાનું આયોજન કરાયું હતું. એનજીટીએ પણ આ મામલે નિર્દેશ આપતાં દમણ પ્રશાસને એનજીટીના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પાઇપલાઇન નાખવાના મુદે સ્ટે આપ્યો છે. જેને લઇ વાપીના ઉદ્યોગોને ફટકો પડયો છે. જો કે અગાઉ પણ દમણ પ્રશાસને માછીમારોને નુકસાન અંગે પાઇપલાઇનનો વિરોધ કર્યો હતો.

વાપીના પ્રદુષણ અંગે લાંબા સમયથી ગ્રીન ટ્રીબ્યુનલ(એનજીટી)માં કેસ ચાલી રહ્યો છે. એનજીટીએ આ કેસમાં વાપી સીઇટીપી આઉટલેટથી દમણ દરિયા સુધી પાઇપ લાઇન નાખવા અંગે નિર્દેશ કર્યો હતો. પરંતુ દમણ પ્રશાસન દ્વારા માછીમારોની રોજગારીને થઇ રહેલી અસરના કારણે પાઇપલાઇન નાખવાનો વિરોધ કર્યો હતો. આ મુદે દમણ પ્રશાસને એનજીટીમાં જવાબ પણ રજુ કર્યો હતો. લાંબા સમયથી ચાલતાં આ પ્રકરણમાં ...અનુસંધાન પાના નં.3

માછીમારો શું કહે છે
દમણના માછીમારોના મતે વાપીના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દમણના દરિયામાં નાખવામાં આવે તો માછીમારોને સૌથી વઘારે નુકસાન થાય તેમ છે. પ્રદુષિત પાણીથી માછલીઓ મૃત્યુ પામે છે. જેના કારણે માછીમારોની રોજીરોટી છિનવાઇ શકે તેમ છે. હજારો માછીમારો પાઇપલાઇન નાખવાનો વિરોધ કરી રહ્યાં છે.

ગ્રીન એન્વાયરોએ પાઈપલાઈનને મંજુરી આપી હતી
છેલ્લા બે વર્ષથી પાઇપલાઇન નાખવાનું આયોજન કરાયું છે. ગ્રીન એન્વાયરોના બોર્ડમાં પણ પાઇપલાઇન નાખવા અંગેની મંજુરી આપી દેવામાં આવી છે. ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી શરૂ થવાની હતી, પરંતુ હાલમાં દમણ પ્રશાસને આ મુદે સુપ્રિમકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો છે. જેથી ગુજરાતની સરહદ સુધી જ પાઇપલાઇન નાખી શકાશે.

હવે પછી શું થશે | સુપ્રિમકોર્ટમાંથી સ્ટે મેળતાં દમણના દરિયામાં પાઇપલાઇન નાખી શકાશે નહી. આ કેસમાં હવે સામાપક્ષે પણ દલીલ કરાશે. એટલે કે વાપી એસ્ટેટમાંથી સુપ્રિમકોર્ટમાં જવાબો રજુ કરવામાં આવશે. બંને પક્ષોની સુનાવણી બાદ સુપ્રિમકોર્ટ ફાઇનલ નિર્ણય કરશે.

ઉદ્યોગોને ઝટકો
અન્ય વિકલ્પ વિચારાય
દમણના સ્થાનિક નાગરિકો, તજજ્ઞો અને પ્રશાસનને સાથે રાખીને અન્ય વિકલ્પ પણ શોધી શકાય તેમ છે. દમણના માછીમારોને પણ તેની અસર ન થાય અને વાપીના ઉદ્યોગોને પણ પ્રશ્ન ઉકેલાઇ તે મુજબ સર્વાનુમતે નિર્ણય આવવો જોઇએ. શરદ ઠાકર,માજી પ્રમુખ,વીઆઇએ,વાપી

અન્ય સમાચારો પણ છે...