તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં સુપર સ્પેશ્યાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા | વ્યારા સ્થિત જનક સ્મારક હોસ્પિટલ ખાતે યોજાયેલા આ હેલ્થ કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંત્રી સહિત, જિલ્લા પંચાયતના પ્રમુખ ગજરાબેન ચૌધરી, 23 -બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બરશ્રી ડો. જયરામભાઈ ગામીત, વ્યારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોશ જોખી, આરોગ્ય સમિતિના ચેરમેન જીજાબેન ગામીત, સ્થાનિક પદાધિકારીઓ, જનક હોસ્પિટલના ડો. સુભાષભાઈ, કલેકટર આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી ,નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનીયા સહિતના ઉચ્ચાધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ તથા તેમની ટિમેં ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી. આ મલ્ટી સ્પેશ્યાલિટી હેલ્થ કેમ્પમાં, ગ્રામ્ય કક્ષાએ સ્ક્રિનિંગ કર્યા બાદ વધુ સારવારની જરૂરિયાતવાળા કુલ 1032 જેટલા દર્દીઓની આરોગ્ય સુશ્રુષા હાથ ધરવામાં આવી છે. કેમ્પ દરમિયાન હૃદય રોગ, કેન્સર, કિડની રોગ, હાડકાને લગતા રોગ, ન્યુરો ફિઝીશિયન અને સર્જન જેવા તજજ્ઞ તબીબોની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો