તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખેશ ગામે પરણિત યુવકે શરીર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીના સુખેશ ગામે ખૂંટાડીયા ફળિયા ખાતે રહેતો 45 વર્ષીય પરણિત અનિલ બાલુભાઈ પટેલે તેના ઘરમાં ગત રાત્રે શરીર પર કેરોસીન છાંટી આગ ચાપી દીધી હતી. આ ઘટના પરિવારના સભ્યોએ જોઈ લેતા તેના પર પાણી છાંટી આગ બુઝાવી હતી પરંતુ અનિલ શરીરે ગંભીર રીતે દાઝી જતાં ખનગી વાહનમાં સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરાયો છે. અનિલ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો જેની પરિવાર જનો સારવાર કરાવી રહ્યા હતા આ દરમિયાન બીમારીના કારણે તેણે પોતાના પર આગ લગાવી હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...