વાપીના બલીઠામાં 19 વર્ષીય યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી બલીઠામાં રહેતી 19 વર્ષીય યુવતીએ દુકાનમાં ફાસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસને જાણ કરાઇ હતી. જોકે પરિજનોના જણાવ્યા મુજબ તેને કોઇ પણ પ્રકારની તકલીફ કે દુખ ન હોય તેની હત્યા થઇ હોવાની શંકા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.

વાપી બલીઠા સ્થિત જતીનભાઇની ચાલીમાં રહેતા રવિન્દ્ર બાબુલાલ ગુપ્તા મેરીલ કંપનીમાં નોકરી કરે છે તેમજ બલીઠા ચેકપોસ્ટ પાસે ફોટો સ્ટુડિયો પણ ચલાવે છે. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. બુધવારે તેઓ નોકરી પર ગયા હતા. ત્યારે તેમને ફોન પર જાણવા મળેલ કે તેમની 19 વર્ષીય પુત્રી દિપાએ સ્ટુડિયોમાં ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બે દિવસ પહેલા જ નવરાત્રિની ખરીદી કરી હતી
મૃતક દિપાના પરિજનોથી મળેલી માહિતી મુજબ તે બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી. નવરાત્રિનો તહેવાર નજીક હોય બે દિવસ પહેલા જ તેણે દુકાનમાં રૂ.40 હજારના માલ ભરાવ્યા હતા. આપઘાતના અડધા કલાક પહેલા જ તેણે મોટા ભાઇ સાથે સારી રીતે વાત કર્યા હતા. જેથી તેની હત્યા કરાઇ હોવાની પરિજનોને આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...