તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Suicide In The Village Of Samot The Victim Of The Crime Of Murder Has Committed Suicide 072046

સામોટ ગામે હત્યાના ગુનાના ફરાર આરોપીનો ગળાફાંસો ખાઇ આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડીયાપાડાના સામોટ ગામમાં સામાન્ય બાબતમાં આધેડ અને મહિલા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં રોષે ભરાયેલા આધેડે મહિલાના માથામાં પથ્થર મારી દેતા તેનું મોત થયું હતું. હત્યાના ગુનામાં ફરાર આધેડે તેના ઘરની નજીક જ આંબાના વૃક્ષ પર ફંદો બનાવી ગળાફાંસો ખાઇ લીધો હતો. સજા થવાની બીકે તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહયું છે.

સામોટ ગામમાં રહેતી દિવાળી સીંગા વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેના પતિ સિંગા આંટીયા વસાવા ગત 20 માર્ચ ના દિવસે તેનાજ ફળિયામાં રહેતી રંગી દામા વસાવા નામની મહિલા સાથે માથાકૂટ થતા માથામાં પથ્થર મારી ઈજા પોહચાડી હતી. સીંગા વસાવા આ ઘટના બાદ ક્યાંક ભાગી જતા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. એ દરિમિયાન રંગીબેનનું 4 એપ્રિલના રોજ મોત થયું હતું. જેથી સિંગા વસાવા વિરૂધ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો. હત્યાના ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. દરમિયાન સિંગા વસાવાનો ગળા ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાનું મોત થતાં પોતાને સજા થશે તેવી બીકથી તેણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહયું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...