તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકાએક આખલો આવી જતાં બાઇક ડિવાઇડર સાથે ભટકાઇ, ચાલકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તા નજીક વરેલીથી કડોદરા જતાં રોડ ઉપર રાત્રિના સમયે પસાર થઈ રહેલ યુવાનની મોટરસાઇકલ આગળ અચાનક આખલો આવી ગયો હતો. આ આંખલાને બચાવવા જતાં યુવાની મોટરસાઈકલ ડિવાઇડર સાથે ભટકાતાં યુવાનને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર મૂળ બિહારના અને હાલ પલસાણા તાલુકાનાં વરેલી ગામે ગીતગોવિંદ સોસાયટીમાં રહેતા સોનું લાલબચ્ચન ચૌહાણ જેઓ બીન્ડલ મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સોનુ ધુળેટીના દિવસે રાત્રીના સમયે પોતાની મોટરસાઇકલ નંબર (GJ-19-AQ-8208) લઈને કોઈ કામ અર્થે કડોદરા ચાર રસ્તા નજીક ઠાકોરજી કોમ્પ્લેક્ષ સામે વરેલીથી કડોદરા જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેની મોટરસાઇકલ આગળ એકાએક આખલો આવી ગયો હતો. આ આખલાને બચાવવા જતાં સોનુંની મોટરસાઇકલ ડિવાઇડર સાથે ભટકાય હતી. સર્જાયેલા અકસ્માતમાં સોનુંને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંગળવારે ધુળેટીની રાત્રિએ યુવક વરેલીથી કડોદરા કામ અર્થે આવ્યો હતો

રસ્તા વચ્ચે અખલાને બચાવવા જતા ડિવાઇડર સાથે બાઇક અથડાઈ હતી


એક વર્ષના માસુમ પુત્રએ પિતા ગુમાવ્યા

અકસ્માતમાં મોતને ભેટેલ સોનું લાલબચ્ચન ચોહાણના ના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા અને સંતાનમાં એક વર્ષીય પુત્ર પણ છે. સોનુના મોત બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો