Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જયાબહેન મોદી હોસ્પિટલમાં કેરેટોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન
અંકલેશ્વર વાલીયા રોડ પર આવેલી જયાબેન મોદી હોસ્પિટલમાં હવે દર્દીઓ માટે અત્યાધુનિક સુવિધાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ કેન્સરના નિદાન માટેનું સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યુ છે. તો હોસ્પિટલના તબીબોને કેરેટોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
અંકલેશ્વરમાં આવેલી જયાબહેન મોદી હોસ્પિટલમાં વધુ એક કેરેટોપ્લાસ્ટી (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ)નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કેરેટોપ્લાસ્ટીએ એક શસ્ત્રક્રિયા છે. જેમાં ક્ષતિગ્રસ્ત અથવા રોગગેસ્ટ કીકીને દાતા પાસેથી તંદુરસ્ત કીકી પેશી દ્વારા બદલવામાં આવે છે. અંકલેશ્વરના ભરકોદ્રાના 63 વર્ષીય રેવાબેન વસાવાને છેલ્લા કેટલાક વર્ષોથી બંને આંખે કિકી સફેદ થઇ જવાના લીધે દ્રષ્ટ્રિની ખામી થી પીડાતા હતા જેમનું ગત 15 મી ફેબ્રુઆરીએ હોસ્પિટલ ખાતે કેરેટોપ્લાસ્ટી ઓપરેશન કરવામાં આવ્યું હતું. રેવાબેન કીકી બદલવાના સફળ ઓપરેશન બાદ તેઓની જમણી દ્રષ્ટ્રિ સ્પષ્ટ થતા હવે
ડાબી આંખના ઓપરેશન માટે પણ ઈચ્છા દર્શાવી છે.