તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગર પરથી 1 કિમી ઉંચકી લાવી 108માં મહિલાની સફળ ડિલીવરી કરાવાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાંસદા તાલુકાના રવાણીયા ગામે રહેતી મહિલાને પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા વાંસદા 108 એમ્બ્યુલન્સના ઇએમટીને ફોન ઉપર જાણ કરતા ઇએમટી અને પાયલોટે મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ 108માં કરાવી હતી અને મહિલા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના રવાણીયા ગામે ડુંગર વિસ્તારમાં રહેતી જયાબેનને સવારે 8 વાગે પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સના ઇએમટી સેજલ પટેલને કોલ આવતા તાત્કાલિક પાયલોટ રાજેશ પટેલ સાથે વાંસદાથી 18 કિલોમીટર દૂર રવાણીયા ગામે માત્ર 35 મિનિટમાં રવાણીયા ડુંગરી ફળિયામાં ડુંગર ઉપર રહેતા જયાબેન પ્રસૂતિના પીડાથી તડપી રહ્યા હતા. જેને સ્ટ્રેચર ઉપર એક કિલોમીટર ઉંચકી ડુંગરથી નીચે ઉતારી અકલાંછ સીએચસી કેન્દ્ર ઉપર લઈ જતા હતા ત્યારે રસ્તામાં સગર્ભાને દુ:ખાવો વધુ ઉપડતા હાલત નાજૂક થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને સાઇડમાં ઉભી રાખી પાયલોટની મદદથી જ્યાબેનને સફળ નોર્મલ ડિલેવરી કરાવી બાળકને જન્મ આપ્યો હતો.

બીજી તરફ આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લમ હોય ફોનથી કોન્ટેકટ પણ ન થઈ શકે એવા સમયે નજીકના હોસ્પિટલ પહોંચાડી વધુ સારવાર આપવમાાં આવી હતી. રવાણીયાના જયાબેને બાળકને જન્મ આપ્યો હતો. જયાબેન પટેલની આ બીજી ડિલિવરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો