તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુબિર તાલુકા પ્રા. શિક્ષક સંઘના મહામંત્રી પદે જયરાજસિંહ પરમાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં મહામંત્રી પદે જયરાજસિંહ પરમારનો ભવ્ય વિજય થતાં જિલ્લા સંઘના હોદ્દેદારો દ્વારા વિજયને વધાવી લઇ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જયરાજસિંહ પરમાર સતત બીજી ટર્મ માટે મહામંત્રી પદે ચૂંટાઇ આવ્યા છે. તાજેતરમાં જ યોજાયેલ સુબિર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાતા તેમાં પ્રમુખપદે શામજીભાઇ પવાર અને ખજાનચી પદે ભરતભાઇ સિલોટ બિનહરીફ ચૂંટાઇ આવતા માત્ર મહામંત્રીના હોદ્દા માટે જ ચૂંટણી યોજાઇ હતી. મતગણતરીનાં અંત મહામંત્રી પદે જયરાજસિંહ પરમારનો ભવ્ય વિજય થતાં તેઓ સતત બીજી ટર્મ માટે મહામંત્રીપદનો કારભાર નિભાવશે.

હાલમાં ચૂંટાઇ આવેલા ઉપરોક્ત હોદ્દેદારોનું જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધનજરાવ ભોંયે મહામંત્રી રણજીતભાઇ પટેલ ડીપીઇઓ એસ.એલ.પવાર ઉપરાંત બીઆરસી, સીઆરસી તથા શિક્ષકો દ્વારા સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો