તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીટીયુના બીવોક કોર્સમાં તાજપોર કોલેજના વિદ્યાર્થીઓ ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ વર્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનીવર્સીટી (જીટીયુ) દ્વારા લેવામાં આવેલ બી.વોક. પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં તાજપોર એફઇટીઆર કોલેજ 88.64% સાથે અગ્રેસર રહી ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આ પરિણામોમાં બી.વોક. (સોફ્ટવેર ડેવલોપમેન્ટ) વિભાગે 95.83% સાથે સર્વોચ્ચ પરિણામ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. બી.વોક. (રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનીંગ) વિભાગે 85.71% સાથે પરિણામ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. બી.વોક. (પ્રોડક્શન ટેક્નોલોજી) વિભાગે 76.92% સાથે સર્વોચ્ચ પરિણામ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સમગ્ર જીટીયુમાં ટોપ ટેનમાં કોલેજના નવ વિદ્યાર્થીઓ પટેલ તુલસી, વાણિયા આકાશ, રાશીવાલા ધ્રુવી, મેવાસીયા પ્રિતેશ, બાજપાયી વૈભવ, જરીવાલા જય, ગાંધી વિશ્વા, પટેલ મયુર, હર્ષ સંદીપએ સ્થાન મેળવી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. જેમાં બી.વોક. (સોફ્ટવેર ડેવલોપમેન્ટ) વિભાગની વિદ્યાર્થીની તુલસી કિશોરભાઈ પટેલ 9.81 એસ.પી.આઇ. સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...