તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાં ડાન્સ કરતી વેળા ધક્કો લાગી જતાં મારામારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉટેવા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતી વેળાએ બીજા વ્યક્તિને ધક્કો લાગી જતા મારામારી થઈ હતી. ઢીકકા મુક્કીના માર સહિત કોઇ ઈસમ દ્વારા યુવકને માથાના ભાગે લાકડીના સપાટા મારતા માથા મારતાં લોહીલુહાણ થઈ જતાં યુવાન બેભાન થઈ ગયો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના વેરાકુઈ ગામ ખાતે રહેતા નિખિલભાઇ લલ્લુભાઈ ગામીત (26) પોતાના મિત્ર સાથે ઊંટેવા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે ત્યાં ડી.જે.ના પ્રોગ્રામમાં ડાન્સ કરતી વેળાએ તેઓને ધક્કો લાગી જતા તે ઉટેવા ગામના અવિનાશભાઈ કરસનભાઈ ગામીત પર પડી ગયા હતા. તેથી ઉશ્કેરાઈને અવિનાશે નિખિલને બે થાપડ મારી લીધી હતી.

અવિનાશને સમજાવવા જતા તેના બીજા મીત્ર અવિનાશભાઈ સુપડિયાભાઈ ગામીતે નિખિલને ઢિકકા મુક્કીનો માર મારી મંડપની બહાર લઈ ગયો હતો. ત્યાં એકાએક કોઈ વ્યક્તિ દ્વારા નિખિલને માથાના ભાગે લાકડીના બે સપાટા ઝીંકી દેવામાં આવ્યા હતા. નિખિલને માથામાંથી લોહી નીકળતા અને ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ વાતની જાણ માંડવી પોલીસને કરતા માંડવી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો