તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ પૂણે ટ્રેનને ઉમરગામ-ભીલાડમાં સ્ટોપેજ આપો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં વલસાડ પુણે નવી ટ્રેનની શરૂઆત કરી છે. જે ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડે છે. રેલવેની આવકમાં વધારો કરવા તથા મુસાફરની સુવિધા ઉપલબ્ધ કરવા ટ્રેનને ભીલાડ અને ઉમરગામ સ્ટેશનને સ્ટોપેજ આપવા સરીગામ માજી સરપંચ પ્રકાશ આરેકરે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

ઉમરગામ તાલુકાના ઉમરગામ અને ભીલાડ નજીક આવેલા સરીગામ ખાતે ઔદ્યોગિક નગરી આવેલી હોવાના લીધે ભીલાડ અને ઉમરગામ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા પણ ખૂબ વધુ છે. પુણેથી વલસાડ રૂટ પર દોડતી ટ્રેનને ભીલાડ અને ઉમરગામ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તો રેલવેની આવકમાં પણ વધારો થશે. આ ટ્રેનથી સુરત તરફ જતાં મુસાફરોને વલસાડથી અન્ય ટ્રેનનું જોડાણ મળી રહેશે. ઉમરગામ તાલુકાના મુસાફરોને પણ એક વધુ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે. જે ધ્યાનમાં લઇ સરીગામના માજી સરપંચ પ્રકાશ આરેકરે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીને લેખિત રજુઆત કરી છે. અને ઉમરગામ અને ભીલાડ રેલવે સ્ટેશનને નવી પુણે વલસાડ ટ્રેનનું સ્ટોપેજ આપવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...