વાપી છીરીમાં આવેલ એક મોબાઇલની દુકાનમાં પ્રવેશી ફોનની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી છીરીમાં આવેલ એક મોબાઇલની દુકાનમાં પ્રવેશી ફોનની ચોરી કરતા યુવકને લોકોએ ઢીંબી નાખ્યો હતો. ત્યારબાદ તેને પોલીસને સોંપી દેવાતા આગળની તપાસ હાથ ધરાઇ છે.

વાપી ટાઉન એમજી રોડ પર રહેતા અલી અજગર સજાદ હુસેન છીરી મહાવીરનગરમાં આવેલ પૃથ્વીરાજ એપાર્ટમેન્ટમાં બુરહાની મોબાઇલ નામથી શોપ ચલાવે છે. સોમવારે સવારે તેઓ દુકાન પર હાજર હતા. તે દરમિયાન 10 વાગે 35થી 40 વર્ષીય એક યુવક ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યો હતો. મોબાઇલ જોતા જોતા નજર ચુકવી એક મોબાઇલ કિં.રૂ.7,990ની ચોરી કરી તે બહાર નીકળી ગયો હતો. દુકાનદારને મોબાઇલની ચોરી અંગે જાણ થતા તે દોડીને બહાર તરફ જતા ચોરનાર યુવક નાસતા નજરે ચઢ્યો હતો. બૂમાબૂમ કરવાથી જમા થયેલા લોકોએ તેને પકડી ઢીંબી નાંખ્યો હતો. અંતે તેને છીરી આઉટ પોસ્ટમાં સોંપાતા આગળની તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે. યુવકને માર મારી મોબાઇલ શોપ ઉપર લઇ આવી એક બેનર ઉપર તે મોબાઇલ ચોર છે તેમ લખીને ફોટો સોશ્યલ મીડિયા ઉપર શેર કરાયા હોવાની માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...