તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજય સરકારે તમામ નોટિફાઇડ બોર્ડ મામલે નવું જાહેરનામુ બહાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજય સરકારે તમામ નોટિફાઇડ બોર્ડ મામલે નવું જાહેરનામુ બહાર પાડયુ છે. જેથી વાપી નોટિફાઇડ બોર્ડની વર્તમાન સ્થિતિ બદલાઇ જશે. નવા બોર્ડમાં 9ની જગ્યાએ 7 સભ્યોના સમાવેશ મામલે વીઆઇએ દ્વારા એફઆઇને સાથે રાખી સરકારમાં રજૂઆત કરશે. આ ઉપરાંત જાહેરનામા બાદ હયાતને બોર્ડને વિખેરી નાખવુ કે શુ કરવુ તે અંગે પણ કેટલાક ઉદ્યોગપતિઓમાં સવાલો ઉઠી રહ્યાં છે.

વાપી નોટિફાઇડ બોર્ડ મામલે ઘણાં વર્ષોથી કોઇના કોઇ મુદે સમયાત્તંરે વિવાદ ઊભો થતો રહે છે. જેમાં બ્રુમિંગ મશીન અને કિલોસકર કંપનીની મશીનરી તેના ઉદાહરણો છે. હવે રાજય સરકારે નવુ જાહેરનામુ બહાર પાડતા અનેક નવી શરતોનો સમાવેશ થાય છે. કુલ 9ની જગ્યાએ 7 સભ્યોના જ સમાવેશ મામલે વીઆઇએ સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યુ હતું કે એફઆઇએ સાથે સંકલન કરી સરકારમાં રજૂઆત કરાશે. તો બીજી તરફ સરકારના નવા જાહેરનામાનો અમલ કયારથી કરવો તે અંગે સ્થિતિ સાફ થતી નથી. હયાત બોર્ડને બરખાસ્ત ગણવું કે પછી મુદ્ત પૂર્ણ થયા બાદ નવા જાહેરનામોનો અમલ કરવો તે અંગે શાસકોમાં સવાલો ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો