તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગમાં 4,620ના ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગ એપીએમસી. ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવશે.. ખેડૂતોના ચણા વેપારીઓ 4,050માં ખરીદે છે તેની સામે ટેકાનો ભાવ 4,620 રૂપિયા છે. 30મી એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશનની કામગીરી પુરી થયા બાદ ખરીદીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એપીએમસી નેત્રંગ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવો મળશે. ચણાની પ્રતિ ક્વિન્ટલ 4620ના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ હતું . ભરૂચ જિલ્લામાં એપીએમસી નેત્રંગ અને જંબુસર ખાતે ખરીદીના સેન્ટરની ફાળવણી કરવામાં આવેલ છે. ટેકાના ભાવે ચણા વેચાણ કરવા માંગતા ખેડૂતોએ 30મી એપ્રિલ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.

...અનુસંધાન પાના નં.2

રજીસ્ટ્રેશન કરાવવા માંગતા ખેડુતોએ 7-12 ,8 અની નકલ ચણાનો વાવેતરનો અંગેનો તલાટીનો દાખલો, ગ્રામસેવકનો દાખલો, બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક અને આધારકાર્ડ ફરજીયાત આપવાના રહેશે જિલ્લા પુરવઠા મેનેજર રમેશ પટેલ અને તેમની ટીમ દ્વારા કવચીયાના મહિલા ખેડૂતના હસ્તે ફુલહાર પૂજાવિધિ કરી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...