સોનગઢમાં રહેતી તરુણીનું લગ્નની લાલચે અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ નગરમાં કાયદેસરના વાલીપણામાંથી સુરતનો યુવક તરુણીને ભગાડી લઇ જતા તરુણીના પિતાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી

પોલીસ પાસે મળેલ વિગત અનુસાર સોનગઢ નગરમાં રહેતી એક તરુણી સગીર વયની હોવાનું જાણવાનું છતાં સુરતનો એક યુવક લગ્ન કરવા અર્થે લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હોવાનો બનાવ ગત 10 મી એપ્રિલે નોંધાયો હતો. હાલમાં આ તરુણીની ઉમર હાલમાં 16.9 વર્ષ હોવા છતાં હેમંતકુમાર ધનસુખભાઈ રાવલ (રહે.સિપવાડ,સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ સામે,નાના વરાછા,સુરત)નાઓ એ કાયદેસરની વાલીપણામાંથી ભગાડી ગયો હોવાની ફરિયાદ તરુણીના પિતાએ સોનગઢ પોલીસ મથકે કરી હતી. આ બનાવ અંગે આરોપી યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...