તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢમાં કરિયાણાની દુકાનની દીવાલમાં બાકોરું પાડી રૂ. 25 હજારની મતાની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ એક કરિયાણાની દુકાનના પાછળના ભાગે આવેલ દીવાલમાં બાકોરું પાડી ઘૂસેલા તસ્કરોએ ચીજવસ્તુ વેરવિખેર કરી ગલ્લામાં રહેલા પરચુરણ અને રોકડા મળી અંદાજિત 10,000 અને અન્ય પરચુરણ સામાન મળી કુલ 25,000ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે સોનગઢ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ ચોરી બાબતે તાગ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો.

સોનગઢ ખાતે શાકભાજી માર્કેટમાં ભવાની શંકર અગ્રવાલ અને તેમના ભાઈ સુરેશ અગ્રવાલ વિનાયક કિરાણા સ્ટોરનું સંચાલન કરે છે અને દુકાન થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે સાંજના સમયે એઓ રાબેતા મુજબ દુકાન બંધ કરી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. પાછળથી મોડી રાત્રીના સમયે કોઈક અજાણ્યા ચોર ઈસમોએ દુકાનની પાછળના ભાગમાં આવેલ દીવાલમાં કોઈક સાધન વડે ગાબડું પાડયું હતું અને લોખંડની કૈંચીની મદદથી દુકાનની અંદરના પતરાને કાપી દુકાનમાં દાખલ થયા હતા. તેમણે દુકાનના ગલ્લામાં રાખેલ પરચુરણ અને રોકડા મળી કુલ 10,000 ગજવે ઘાલ્યા બાદ ગલ્લામાં જ રહેલ પાન મસાલા ગુટકાની અંદાજિત 10,000ની કિંમતની ગિફ્ટ કૂપન પર પણ હાથફેરો કરી લીધો હતો. તસ્કરોએ જતાં જતાં સિગરેટ, પાનમસાલા અને સાબુ જેવી ચીજવસ્તુ પણ થેલામાં ભરી રાત્રીના સમયે રવાના થઇ ગયા હતા. વહેલી સવારે આઠ કલાકના સુમારે દુકાને આવેલ અગ્રવાલ બંધુઓને ચોરી અંગે જાણ થઇ હતી.

સોનગઢમાં બાકોરુ પાડી ચોરી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો