તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેતનની માંગ ન સંતોષાતા સોનગઢ પાલિકા કર્મીઓના ધરણા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોનગઢ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ બાબતે કોઈ ઉકેલ આવ્યો ન હોય બુધવારથી પ્રતિક ધરણાંનો કાર્યક્રમ પાલિકા કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. આ ધરણાં આગામી 15 મી માર્ચ સુધી યથાવત રહેશે. અને ત્યાર બાદ જો માંગણીઓ બાબતે કોઈ ઉકેલ ન આવે તો કર્મચારીઓ દ્વારા જલદ કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સોનગઢ નગર પાલિકામાં સને 1976-77 થી ફરજ બજાવતા કર્મચારીઓ ને સરકાર દ્વારા વખતો વખતના નિયમો મુજબ કાયદેસરના લાભ આપવા બાબતે પાલિકા શાસકો દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. આ સંદર્ભે ગત થોડા માસ પહેલા પણ પાલિકા કર્મચારીઓ દ્વારા આંદોલન સહિતના કાર્યક્રમો થયા હતા, પરંતુ પડતર માંગણીઓ નો કોઈ ઉકેલ આવેલ નથી. આ બાબતે કર્મચારીઓ દ્વારા ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘની આગેવાની હેઠળ બુધવાર થી ફરી થી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ ચરણમાં 11 મી થી 15 મી માર્ચ સુધી કર્મચારીઓ પ્રતિક ધરણાં પર બેસનાર છે. આ સંદર્ભે કર્મચારીઓ ની માંગણી બાબતે કોઈ સમાધાન ન નીકળે તો 15 મી પછી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકા કર્મચારીઓની મુખ્ય માંગણીઓ પૈકી સાતમા પગારપંચનો લાભ આપવો, કર્મચારીઓ નું ઇન્ક્રીમેન્ટ બંધ કરવામાં આવ્યું છે એ તાકીદે શરૂ કરવું, નિવૃત થયેલ કર્મચારી ને પેનશનનો લાભ અને હક્ક રજાનો પગાર આપવાની માંગણી નો સમાવેશ થાય છે. એ સિવાય નોકરી દરમિયાન અકસ્માત થાય તો રહેમરાહે નોકરી આપવી, વર્ગ 4 ના કર્મચારીઓ ને બોનસ આપવાની માંગ, પાંચમા પગારપંચનું એરિયર્સ પણ હજી સુધી કર્મચારીઓ ને ચૂકવાયું નથી. નગર પાલિકા કર્મચારીઓ ને આજ ની કારમી મોંઘવારીમાં ઓછો પગાર ચૂકવી એમનું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. પાલિકા કર્મચારીઓ ના 02 દિવસના ધરણાં બાદ શુક્રવારે વ્યારા પ્રાંત અધિકારી એમની રજુઆત સાંભળવા આવનાર છે ત્યારે પાલિકા કર્મચારીઓ ની માંગણીઓ બાબતે કોઈ હકારાત્મક ઉકેલ આવશે કે આંદોલન લાબું ચાલશે એ જોવું રહ્યું.

_photocaption_સોનગઢ પાલિકા કર્મચારીઓ માંગણી સંદર્ભે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો