સોનવાડામાં પાર્ક કરેલી બાઇક કોઇ ચોરી ગયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી | પારડીના સોનવાડા ગામે સ્મશાનભૂમિની બાજુમાં રહેતા પરિવારે મંગળવારના તેમના ઘર આંગણે બાઈક કોઈ ચોરી ગયું હતું.

સોનવાડાગામે સ્મશાનભૂમિ નજીક રહેતા બંકિંમ રવજીભાઈ પટેલે ગત મંગળવારના રોજ કલસર ગામેથી જેક્શન કંપની ઉપર નોકરી પર થી પેશન બાઇક ન જી જે 15 બીજી1811 પર પરત ઘરે ફર્યા હતા અને તેમણે તેમની બાઇક તેમના ઘર આંગણે પાર્ક કરી મુકી હતી. જે દરમિયાન રાત્રે કોઈ ક ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી અથવા કોઈ સાધન વડે લોક થોડી અંદાજે રૂ 25 હજારના મત્તાની બાઇક ચોરી કરી ભાગી છૂટ્યા હતા.