તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટેલિજન્સ કન્ટેસ્ટમાં સ્નેહ મહેતા રનરઅપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ સમગ્ર ભારતના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પ્રથમ આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ની કન્ટેસ્ટમાં નવસારીની અગ્રવાલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના સ્નેહ મહેતા રનરઅપ રહ્યો હતો.

ટીસીએસએ વિદ્યાર્થીઓ વચ્ચે નવીનતાને પ્રોત્સાહન આપવા કન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. તેમાં સમગ્ર ભારતમાં 1000થી વધારે કોલેજોનાં 30,000થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ભાગીદારી જોવા મળી હતી. એમાં સહભાગીઓ ઓનલાઇન ક્વિઝનાં ત્રણ જુદાં જુદાં સ્તરોમાંથી પસાર થયા હતાં. જેમણે એઆઈ/મશીન લર્નિંગનો ઉપયોગ કરીને વાસ્તવિક સમસ્યાનું સમાધાન પ્રસ્તુત કર્યું હતું તથા ફિનાલે માટે ક્વોલિફાય થવા તેમનાં સમાધાનનો ડેમો પ્રસ્તુત કર્યો હતો. ગ્રાન્ડ ફિનાલેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તથા તમિલનાડુ સ્ટેટ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ડો. માઈસ્વામી અન્નાદુરાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી અગ્રવાલ કોલેજના સંચાલક મુકેશભાઈ અગ્રવાલ અને આશિષ જૈન સહિત કોલેજ મેનેજમેન્ટના સભ્યોએ સ્નેહ મહેતાને અભિનંદન પાઠવ્યા હતા.

આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ કન્ટેસ્ટમાં નવસારી અગ્રવાલ કોલેજનો ફર્સ્ટ રનર્સઅપ બનેલો સ્નેહ મહેતા.

લાખોના ઇનામ અપાયા
ગ્રાન્ડ ફિનાલે માટે ક્વોલિફાય થયેલા 20 કન્ટેસ્ટન્ટમાંથી વિજેતા આકાશ ત્રિપાઠી (ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ઔરંગાબાદ), રનરઅપ સ્નેહ આર.મહેતા (એસ.એસ. અગ્રવાલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, નવસારી) અને સેકન્ડ રનરઅપ હર્ષિત શર્મા (આઇઆઇટી જોધપુર) વિજેતા બન્યા હતા. વિજેતાને રૂ. 3 લાખનું ઇનામ તથા ‘ધ યંગ સુપર બ્રેઇન ઓફ એઆઈ’નો એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે પ્રથમ અને બીજા રનરઅપને અનુક્રમે રૂ. 2 લાખ અને રૂ. 1 લાખનું ઇનામ મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...